:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સારા માર્ક્સ છતાં પરિણામના ફાફા: 720માંથી 715 માર્ક્સ પણ રિઝલ્ટ જ ન આવ્યું, બોલો શું હશે કારણ, જાણવા જેવો છે કિસ્સો

top-news
  • 10 Jun, 2024

નીટ યુજી 2024 પરીક્ષાના પરિણામો આવ્યા પછીથી વિદ્યાર્થીઓ એનટીએ પર રોષ ઠાલવી રહ્યાં છે. સોશિયલ મીડિયાથી લઈને રોડ પર મેડિકલ સ્ટુડન્ટ્સના દેખાવો ચાલુ છે. આ દરમિયાન લખનઉમાંથી વધુ એક વિદ્યાર્થીએ એનટીએની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. વિદ્યાર્થીનીનું કહેવું છે કે આન્સર કીમાં તેના 720માંથી 715 માર્ક આવી રહ્યાં છે અને એનટીએ કહી રહ્યું છે કે તેમનું પરિણામ બહાર પાડવામાં આવશે નહીં કારણ કે ઓએમઆર શીટ ફાટેલી હતી. 


લખનઉમાં એક વિદ્યાર્થીનીએ એનટીએની પરીક્ષા પ્રણાલી પર સવાલ કરતા હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં અરજી કરી છે. લખનઉમાં રહેતી આયુષી પટેલે પણ લાખો વિદ્યાર્થીઓની જેમ જ આ વખતે નીટ પરીક્ષા આપી હતી. જોકે જ્યારે 4 જૂને રિઝલ્ટ આવ્યું તો  તેમાં આયુષીને રિઝલ્ટ આપવાથી ઈન્કાર કરવામાં આવ્યો હતો. અને આ માટે કારણ આપવામાં આવ્યું કે ઓએમઆર શીટ ફાટેલી હતી. ઓએમઆર શીટ કઈ રીતે ફાટી ગઈ તે અંગે આયુષીને કઈં જ ખ્યાલ નથી. નીટ પરીક્ષા પછી જે આન્સર કી બહાર કરવામાં આવી તોમાં આયુષીના 720માંથી 715  માર્કસ આવી રહ્યાં છે, જોકે એનટીએનું કહેવું છે કે આયુષીનું રિઝલ્ટ બહાર પાડવામાં આવશે નહીં. 

4 જૂને મોડી સાંજે જ્યારે આયુષીએ ઓનલાઈન રિઝલ્ટ જોયું તો ખબર પરડી કે એનટીએ તરફથી જવાબ આવ્યો કે ઓએમઆર શીટ ફાટેલી હતી, તેના કારણે રિઝલ્ટ જાહેર ન કરી શકાય. જોકે આ વાંચ્યા પછીથી આયુષીના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. તેના પગ નીચેથી પૃથ્વી ખસી ગઈ હતી કે આ શું થયું, તેનો તો આન્સર કીમાંથી માત્ર એક જ સવાલ ખોટો હતો. તેના કારણે તેના 720માંથી 715 માર્ક આવી રહ્યાં હતા. આ વખતે તેને એમબીબીએસમાં સરકારી કોલેજમાં એડમિશન મળવાનું નક્કી હતું. જોકે એનટીએ રીઝલ્ટ બહાર પાડવાથી ઈન્કાર કરતા આયુષીના સપનાઓ પર પાણી ફરી વળ્યું. 

આયુષીને એ વાત ગળી ઉતરી રહી નથી કે તેની ઓએમઆર શીટ ફાટી કઈ રીતે શકે છે. તેણે તો ખૂબ જ સાવધાનીથી આન્સર કીમાં જવાબો લખ્યા હતા. આ સિવાય પરીક્ષા કેન્દ્ર પર તહેનાત લોકોએ સખ્તી અને સતકર્તાની સાથે તેની ઓએમઆર શીટને જમા પણ કરી હતી. તો પછીથી ઓએમઆર શીટ ફાટી કઈ રીતે ગઈ. આયુષીના મામા લખનઉમાં હાઈકોર્ટમાં વકીલ છે. આયુષીના મામાએ 4 જૂને એનટીએને ત્રણ લીગલ નોટિસ અને સાત નોટિસ ઈ-મેલ પર મોકલી હતી. જેમાં આયુષીને ઓએમઆર શીટ મેલ પર આપવા માટે કહેવામાં આવ્યું હતું. 24 કલાક પછી NTAને મેલ આવ્યો તો આયુષી અને તેનો આખો પરિવાપ હેરાન થઈ ગયો.

મેલ પર મોકલવામાં આવી ઓએમઆર શીટ ખરેખર ફાટેલી હતી. આયુષીએ ભરેલી ઓએમઆર શીટમાં તેણે ટીક કરેલા સર્કલ સ્પષ્ટ દેખાતા હતા. તેને જોયા પછી આયુષીએ માંગ કરી કે ઓએમઆર શીટ ફાટવા માટે તે જવાબદાર નથી અને ઓએમઆર શીટ ફાટી પણ ગઈ તો તેનું રિઝલ્ટ રોકવામાં ન આવે. તેની આ ડિમાન્ડને લઈને આયુષીએ  હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં અરજી કરી છે. જ્યાં સુધી ઓએમઆર સીટને લઈને હાઈકોર્ટ કોઈ નિર્ણય લેતી નથી ત્યાં સુધી નીટ દ્નારા ઈસ્યુ કરવામાં આવેલા રીઝલ્ટ પર આગળની પ્રતિક્રિયાને રોકવામાં આવે.