:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રશિયાની નદીમાં 4 ભારતીય વિદ્યાર્થીઓ ડૂબ્યા: વોલ્ખોવ નદીમાં ડૂબેલા એકને બચાવા જતા જલગાંવના ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા, વિદ્યાર્થીઓના મૃતદેહ મુંબઈ લાવવામાં આવ્યા

top-news
  • 08 Jun, 2024

રશિયામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓના ડૂબી જવાના કારણે મોત થયા છે. રશિયાના સત્તાવાળાઓએ વોલ્ખોવ નદીમાં ડૂબી ગયેલા ચારેય ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢી લીધા છે. આ ઘટના અંગે વાત કરતા જલગાંવના કલેક્ટર આયુષ પ્રસાદે જણાવ્યું કે 4 જૂને રશિયામાં ચાર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી ગયા હતા. જોકે ઘટનાના બે દિવસ પછી વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના અંગે વાત કરતા રશિયન અધિકારીઓએ જણાવ્યું કે આજે સવારે વધુ બે મૃતદેહો મળી આવ્યા છે.

એજન્સી અનુસાર, રશિયન અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના મૃતદેહને મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે. બાદમાં તેમને જલગાંવમાં વિદ્યાર્થીઓના વતન લઈ જવામાં આવશે. જલગાંવ કલેકટરે જણાવ્યું હતું કે ડૂબી ગયેલા વિદ્યાર્થીઓમાં હર્ષલ અનંતરાવ દેસલે, જીશાન અશપાક પિંજરી, ઝિયા ફિરોઝ પિંજરી અને મલિક ગુલામગૌસ મોહમ્મદ યાકુબનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય વિદ્યાર્થી નિશા ભૂપેશ સોનવણેનો આબાદ બચાવ થયો હતો. યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ તમામની ઉંમર 18 થી 20 વર્ષની વચ્ચે હતી.

આ વિદ્યાર્થીઓએ રશિયાની યારોસ્લાવ-ધ-વાઇઝ નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ઘટના અંગે યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ વોલ્ખોવ નદીના કિનારે ચાલી રહ્યા હતા ત્યારે તેઓ પાણીમાં પડ્યા હતા. એક વિદ્યાર્થીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે જીશાન પિંજરી તેના માતા-પિતા સાથે વીડિયો કોલ પર હતો ત્યારે તે અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી ગયા હતા. 

પરિવારના એક સભ્યએ જણાવ્યું કે જ્યારે તેઓ વોલ્ખોવ નદીમાં ઉતર્યા ત્યારે જીશાને તેના પરિવારને વીડિયો કોલ કર્યો હતો. તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો જીશાન અને અન્ય લોકોને પાણીમાંથી બહાર આવવા કહેતા હતા, ત્યારે જોરદાર મોજું આવ્યું, જેમાં બધા જ વહી ગયા.

જીશાન પિંજરી અને જિયા પિંજરી ભાઈ અને બહેન હતા. તે જલગાંવ જિલ્લાના અમલનેરનો રહેવાસી હતો. હર્ષલ અનંતરાવ દેસલે જલગાંવ જિલ્લાના ભડગાંવનો રહેવાસી હતો. યારોસ્લાવ-ધ-વાઇઝ નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીના વહીવટીતંત્રે રશિયામાં ભારતીય દૂતાવાસને મોકલેલા સંદેશામાં શોક વ્યક્ત કર્યો છે.