:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

આંધ્રપ્રદેશના નેતાએ બળતામાં ઘી હોમ્યું: ટીડીપીના નેતાએ કહ્યું આંધ્રપ્રદેશમાં તો મુસ્લિમ આરક્ષણ ચાલું જ રહેશે, તેમાં કોઈ વાંધો જ નથી

top-news
  • 07 Jun, 2024

નવી સરકાર બનાવવા માટે હાલ દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેડીયુ, એલજેપી અને ટીડીપી સંસદીય દળની બેઠક પૂર્ણ થયા પછી હવે એનડીએના સંસદીય દળની બેઠક થવાની છે. આ દરમિયાન તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના નેતા રવિન્દ્ર કુમારે મુસ્લિમ આરક્ષણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આંધ્રમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ રહેશે.

જ્યારે ટીડીપી નેતા રવિન્દ્ર કુમારને પૂછવામાં આવ્યું કે શું આંધ્રપ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ રહેશે કે નહીં? આના જવાબમાં તેમણે કહ્યું, "...હા, અમે તેને ચાલુ રાખીશું. તેમાં કોઈ સમસ્યા નથી." તેમણે વધુમાં કહ્યું, '.. આજે એનડીએની બેઠક છે. પ્રથમ બેઠક 5 જૂને મળી હતી. આજે બીજી બેઠક છે. બીજી બેઠકમાં એનડીએના સહયોગી દળો પાસેથી થોડી મદદ લેવામાં આવશે. જે બાદ એનડીએ સાંસદોની બેઠક પણ યોજાશે.

રવિન્દ્ર કુમારે કહ્યું, 'વડાપ્રધાન 9 જૂને શપથ લે તેવી અપેક્ષા છે, તેથી તે પહેલાં અમારે NDA નેતાની પસંદગી કરવી પડશે અને રાષ્ટ્રપતિને જરૂરી વિનંતીઓ સબમિટ કરવી પડશે. તે પછી સાંસદોની બેઠક થશે અને તે પછી મુદ્દાઓ પર ચર્ચા કરીશું...'વાસ્તવમાં ચૂંટણી દરમિયાન ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુએ મુસ્લિમ અનામતને લઈને કહ્યું હતું કે, નોકરીઓમાં 4% અનામત જેવા કેટલાક મુદ્દા છે. હા, તેઓ (મુસ્લિમો) પાત્ર છે. અમે રક્ષણ કરીશું. બીજો કોઈ વિચાર નથી. કારણ કે મુસ્લિમોમાં ગરીબી વધુ છે. તેઓ આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પાછળ રહી ગયા છે. તેમને અનામત આપવાની જવાબદારી અમારી છે. અમે આપીશું.

તે જ સમયે, જ્યારે એન ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર પ્રદેશમાં એનડીએના સહયોગી ટીડીપી, જનસેના અને ભાજપનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, ત્યારે તેમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામતનો ઉલ્લેખ નહોતો. મેનિફેસ્ટોની વિશેષતા 'સુપર સિક્સ' હતી, જેમાં 19 થી 59 વર્ષની વયની મહિલાઓ માટે રૂ. 1,500 માસિક પેન્શન, યુવાનો માટે 20 લાખ નોકરીઓ અથવા રૂ. 3,000 માસિક બેરોજગારી ભથ્થું અને મહિલાઓ માટે મફત બસ મુસાફરીનો સમાવેશ થતો હતો.