:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભાજપે કહી દીધી ચોખ્ખી વાત: અમે કઈ જેડીયુંની બિનજરૂરી માંગણીઓ પુરી કરીશું નહીં, સરકારને વધારે મજબૂત કરવા નાના પક્ષોનો પણ કરાશે સંપર્ક

top-news
  • 06 Jun, 2024

લોકસભા ચૂંટણી પૂર્ણ છે અને પરિણામો આવી ગયા છે અને હાલ સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ચૂંટણીમાં નીતિશ કુમાર અને નાયડુ કિંગમેકર ફેક્ટર તરીકે ઉભરી આવ્યા હોવાથી બંનેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને જો JDU સરકારમાં સામેલ થાય છે તો તેની તરફથી મોટી શરતો મુકવામાં આવી શકે છે. આ ચર્ચાઓ વચ્ચે એ વાત સામે આવી છે કે ભાજપ ગઠબંધનના નિયમો અને ગઠબંધનના ધર્મ હેઠળ જ કામ કરશે. બિનજરૂરી માંગણીઓ સામે ઝુકશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું સામે આવ્યું છે કે ભાજપ JDUની બિનજરૂરી માંગણીઓ સામે ઝૂકશે નહીં. ભાજપ ગઠબંધનના નિયમો અને ગઠબંધનના ધર્મ હેઠળ જ કામ કરશે. મંત્રાલયોનું વિભાજન હોય કે મંત્રીઓની સંખ્યા, સહકર્મીઓની ચિંતાઓનું પણ ધ્યાન રાખવામાં આવશે. ભાજપ તેના તમામ સહયોગીઓને સાથે લેશે. ભાજપ પણ અપક્ષ સાંસદો અને નાના પક્ષોના સંપર્કમાં છે.

હકીકતમાં, સૂત્રોને ટાંકીને, તે પ્રકાશમાં આવી રહ્યું છે કે નીતિશ કુમારે મંત્રી પદ માટે એક ફોર્મ્યુલા આગળ કરી છે. નીતીશની ફોર્મ્યુલા મુજબ તેમને દર 4 સાંસદો પાછળ એક મંત્રી પદ મળવું જોઈએ. આ હિસાબે તેમની પાસે 12 સાંસદ છે, તેથી તેમને કેબિનેટમાં 3 મંત્રી પદ મળવા જોઈએ.

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ બહુમતી (272) કરતા વધુ (293) બેઠકો મેળવવામાં સફળ રહી છે, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવી શકી નથી. તેથી સીટોની દૃષ્ટિએ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપે સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડે છે. બીજેપી પછી ચંદ્રબાબુ નાયડુની ટીડીપી 16 સીટો સાથે એનડીએમાં બીજા ક્રમે છે. જ્યારે નીતિશ કુમારની JDUએ 12 બેઠકો પર પોતાની જીત નોંધાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવે બધાનો સાથ જોઈએ છે. કારણ કે 2014 અને 2019માં  તો બીજેપીની પાસે 272થી વધુ સીટો હતી. જોકે આ વખતે ભાજની ગાડી 240 પર અટકી ગઈ છે. જોકે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે અને 9 જૂને શપથ લઈ શકે છે. 

જોકે ત્રીજી વખત એનડીએની સરકારમાં નરેન્દ્ર મોદીને જે બે પાર્ટીઓની સૌથી વધુ જરૂર છે, તેમાં એક છે તેલુગુ દેશમ પાર્ટીના ચદ્રબાબુ નાયડુ અને બીજા છે નીતીશ કુમારની જેડીયું. આ બંને પાર્ટીઓની પાસે 28 સાંસદ છે અને પાંચ વર્ષ સુધી એનડીએની સરકારને જાળવી રાખવા માટે આ બંનેનો સાથ ખૂબ જ જરૂરી છે.

નીતીશ કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને એનડીએ સરકારમાં ઘણા મહત્વના પદો જોઈએ છે. નીતીશ કુમારે જ્યાં ચાર સાંસદો પર એક મંત્રીની ફોર્મ્યુલા આપી છે. તો બીજી તરફ ટીડીપીએ રોડ ટ્રાન્સપોર્ટેશન, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા મોટા મંત્રાલય માંગ્યા છે. સાથે જ ટીડીપીની નજર લોકસભા સ્પીકરની ખુરશી પર પણ છે. એમ કહેવાઈ રહ્યું છે કે ટીડીપી લોકસભા સ્પીકરનું પદ પણ માંગી રહી છે. 

આ પહેલા વાજપેયી સરકારમાં પણ ટીડીપીએ લોકસભાનું સ્પીકર પદ જ રાખ્યું હતું. અટલ બિહારી વાજપેયીની સરકારમાં ટીડીપીના દિવંગત નેતા જેએમસી બાલયોગી લોકસભાના અધ્યક્ષ હતા. હાલ જ્યારે ટીડીપી ફરી એક વખત મહત્વની ભૂમિકામાં આવી છે તો ફરી તેની નજર સ્પીકરની ખુરશી પર છે.