:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ચદ્રબાબુ નાયડું કરી શકે છે આ માંગણી: હવે ભાજપ એકલો નિર્ણય નહીં કરી શકે, જાણો તેને કઈ-કઈ પાર્ટીઓને પૂછીને પાણી પીવું પડશે અનેે શાં માટે?

top-news
  • 05 Jun, 2024

લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને 292 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. બીજેપી પોતાના દમ પર બહુમતીનો આંકડો પણ જીતી શકી નથી. એવામાં કેન્દ્રની સત્તા પર કબજો મેળવવા  માટે બીજેપીએ સહયોગી દળની મદદ લેવી પડશે. આ ગઠબંધન સરકારમાં આંધ્ર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટો ચેહેરો અને વિધાનસભા ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ સીટ જીતનાર ચદ્રબાબુ નાયડુનું મોટો યોગદાન રહ્યું છે. 

નાયડુની ટીડીપીએ 16 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. આ કારણે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે એનડીએ સરકારને સમર્થન આપનારા ચંદ્રબાબુ નાયડુની સરકારમાં મોટો હિસ્સો માંગી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમ કહેવાઈ રહ્યું છે કે નાયડુની સૌથી મોટી માંગ લોકસભા સ્પીકર પદને લઈને રહેશે. તો ચાલો જાણીએ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ ક્યાં મંત્રાલયોની માંગ કરી શકે છે, તે અંગે વિગતે જાણીએ.

ટીડીપી કરી શકે છે આ માંગ

1. લોકસભા સ્પીકરનું પદ
2. રોડ-ટ્રાન્સપોર્ટ
3. ગ્રામીણ વિકાસ
4. સ્વાસ્થ્ય
5. આવાસ અને શહેરી મામલાઓ
6. કૃષિ
7. જળ શક્તિ
8. સૂચના અને પ્રસારણ
9. શિક્ષા
10. નાણાં (MOS)



NDAના 5 મોટા સહયોગીઓ
NDAની વાત કરીએ તો ભાજપ પછી સૌથી વધુ સીટો ટીડીપીને મળી છે. ટીડીપીએ 16 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે જેડીયુએ 12 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. શિવસેનાએ 7 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. એલજેપીએ 5 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે જેડીએસએ 2 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે.