:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

દિલ્હી હાઈકોર્ટે આપ નેતાની અરજી ફગાવી: દિલ્હી લિકર કૌભાંડ મામલે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટેમાં મંગળવારે સુનાવણી હાથ ધરાશે

top-news
  • 03 Jun, 2024

દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સિસોદિયાએ CBI અને ED બંને કેસમાં સુપ્રીમ કોર્ટ પાસે જામીન માંગ્યા છે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ સંદીપ મહેતાની ડિવિઝન બેંચ મંગળવારે આ કેસની સુનાવણી કરશે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો મંગળવારે જ જાહેર થશે.

દારૂની નીતિમાં ફેરફાર કરતી વખતે ગેરરીતિ આચરવામાં આવી હતી અને લાઇસન્સ ધારકોને અયોગ્ય લાભ આપવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે, દિલ્હી હાઈકોર્ટે દારૂ નીતિ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBI દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.

જામીન નામંજૂર થયા પછી, આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું હતું કે તે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સાથે 'સન્માનપૂર્વક અસંમત' છે અને ન્યાય માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે સિસોદિયાએ ભ્રામક માધ્યમોનો ઉપયોગ કરીને બતાવવામાં આવ્યું હતું કે દિલ્હી લિકર પોલિસીને લોકોનું સમર્થન છે, પરંતુ વાસ્તવમાં આ પોલિસી અમુક લોકોને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે.

52 વર્ષીય મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરી, 2023ના રોજ દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, બીજા મહિને (9 માર્ચ) તેની મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે આ જ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ વચગાળાના જામીન સમાપ્ત થયા બાદ તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નહોતી. તેમણે 2 જૂનના રોજ કોર્ટની સામે સરન્ડર કરવું પડયું હતું. ઉલ્લેખનીય છે કે સીએમ કેજરીવાલે પોતાના વચગાળાના જામીનને 7 દિવસ વધારવા માટે અપીલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રીએ તેમની આ અરજીનો સ્વીકાર કર્યો નહોતો. કારણ કે કેજરીવાલને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કેજરીવાલની અરજી સાંભળવા લાયક નથી.

કેજરીવાલને 10 મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. 17 મેના રોજ પીએમએલએ કેસમાં તેની ધરપકડની કાયદેસરતાને પડકારતી બેન્ચે ED પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચે  પણ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમને CJI DY ચંદ્રચુડનો સંપર્ક કરવા કહ્યું હતું.