:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

એક્ઝિટ પોલના પરિણામો જાહેર: સાઉથમાં આ વખતે પણ ચાલશે મોદી મેજીક, કર્ણાટકમાં મળશે બેવડી સફળતા; જાણો કોને મળશે કેટલી બેઠકો

top-news
  • 01 Jun, 2024

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા બાદ આજે વિવિધ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સી વોટર મુજબ એનડીએને 353-383 સીટ મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 152-182 સીટ મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 4-12 સીટ મળવાની શક્યતા છે. એક્સિસ મુજબ એનડીએને 361-401 સીટ મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 131-166 સીટ મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 8-20 સીટ મળવાની શક્યતા છે. મેટ્રિઝ મુજબ એનડીએને 353-368 સીટ મળવાની શક્યતા છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 118-133 સીટ મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 43-48 બેઠકો મળવાની શક્યતા છે. 

ચાણક્ય મુજબ એનડીએને 400 બેઠક મળવાની શક્યતા છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 107 બેઠકો મળવાની શક્યતા છે. અન્યને 36 બેઠકો મળવાની શક્યતા છે. સીએનએક્સ મુજબ એનડીએને 371-401 બેઠકો મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 109-139 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે અન્યે 28-38 બેઠકો મળવાની શક્યતા છે. પોલસ્ટ્રાટ મુજબ એનડીએને 342 બેઠક મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 166 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 35 બેઠકો મળવાની શક્યતા છે. જન કી બાત મુજબ એનડીએને 362-392 બેઠકો મળવાની શક્યતા છે. ઈન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે અન્યને 10-20 બેઠકો મળવાની શક્યતા છે.

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં શનિવારે સાત રાજ્ય અન એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 સીટો માટે મતદાન પૂર્ણ થયું છે. આ સાથે જ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી ચૂંટણીઓ આજે પૂર્ણ થઈ છે. આજે થયેલા વોટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ હતી. જે સીટો પર આજે વોટિંગ થયું હતું, તેમાં પંજાબ અને યુપીની 13-13 સીટો, પશ્ચિમ બંગાળની 9 સીટો, બિહારની 8 સીટો, ઓડિશાની 6 સીટ, હિમાચલ પ્રદેશની 4 સીટ, ઝારખંડની 3  સીટ અને એક ચંદીગઢની સીટ સામેલ હતી.




આ તબક્કામાં ઘણા મોટા નેતાઓના કિસ્મત દાવ પર લાગ્યા છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકર હમીરપુરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરથી, લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી પાટિલપુત્ર અને એક્ટ્રેસ કંગના રનૌત મંડી સીટથી ચૂંટણી જંગમાં હતા. 

પશ્ચિમ બંગાળમાં જાદવપુર લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતા ભાંગરના સતુલિયા વિસ્તારમાં ટીએમસી પર આઈએસએફ અને સીપીઆઈએમના કાર્યકર્તા અને સમર્થકો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. ટીએમસી સમર્થકો પર બોમ્બથી હુમલો કરવાનો આરોપ છે. આ ઘટનામાં કથિત રીતે આઈએસએફ કર્મચારી અને સમર્થક ઘાયલ થયા છે. ઘટનાના પગલે વધુ સુરક્ષા દળોને પણ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. તેમણે બૂથની સામે જમા થયેલી ભીડને હટાવવા માટે લાઠીચાર્જનો સહારો લીધો હતો.



લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.31 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી આયોગના આંકડાઓ મુજબ, બિહારમાં 10.58 ટકા, ચંદીગઢમાં 11.6 ટકા, હિમાચલ પ્રદેશમાં 14.35 ટકા, ઝારખંડમાં 12.15 ટકા, ઓડિશામાં 7.69 ટકા, પંજાબમાં 9.64 ટકા, યુપીમાં 12.94 ટકા અને પશ્ચિમ બંગાળમાં 12.64 ટકા વોટિંગ થયું હતું.  

હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ અને હમીરપુર લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર અનુરાગ ઠાકુરના પિતા પ્રેમ કુમાર ઘુમલે મતદાન પછી કહ્યું હતું કે હું લોકોને અપીલ કરવા માંગું છું કે તેઓ પોતાના ઘરની બહાર જાય અને વોટ આપવાના અધિકારનો ઉપયોગ કરે. મને આશા છે કે અનુરાગ ઠાકુર પાંચમી વખત જીતશે અને હમીરપુર અને દેશના લોકોની સેવા કરશે.