:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

કાશીમાં વોટિંગના દિવસે PM ધ્યાનમાં હશે: સ્વામી વિવેકાનંદની ધ્યાન કરવાની જગ્યાએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સુધી ધ્યાન કરશે

top-news
  • 28 May, 2024

લોકસભા ચૂંટણી 2024નાં છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુંની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ પર ધ્યાન કરશે. પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ 30 મેથી 1 જૂન સુધીનો રહેશે. પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ પર 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે. આ મંડપ તે જ જગ્યાએ બન્યો છે, જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. 


વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન અંતિમ તબક્કાના મતદાનના સમયે પીએમ મોદી કેદારનાથ ગયા હતા. આ દરમિયાન તેમણે રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું હતું. વર્ષ 2014માં તેમણે શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી. 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. અધિકારિક કાર્યક્રમ અનુસાર આ પહેલા 30 મેની સવારે 11 વાગ્યે પીએમ મોદી હોશિયારપુર ચૂંટણી સભાને સંબોધિત કરશે. તે પછીથી તેઓ તામિલનાડુ જશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. 

ઉલ્લેખનીય છે કે કન્યાકુમારીમાં જ સ્વામી વિવેકાનંદને ભારત માતાના દર્શન થયા હતા. આ શિલાનો સ્વામી વિવેકાનંદના જીવન પર મોટ પ્રભાવ પડ્યો હતો. સ્વામી વિવેકાનંદ સમગ્ર દેશમાં ભ્રમણ પછી અહીં પહોંચ્યા અને ત્રણ દિવસ સુધી તપ કર્યું અને વિકસિત ભારતનું સપનું જોયું.

શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતી પણ તે  જ જગ્યાએ એક પગ પર બેસીને ભગવાન શિવની પ્રતિક્ષા કરતી રહી હતી. નોંધનીય છે કે કન્યાકુમારી ભારતનો દક્ષિણનો છેડો છે. આ સિવાય આ જગ્યાએ ભારતના પૂર્વી અને પશ્ચિમી તટની રેખાઓ મળે છે. તે હિન્દમહાસાગર, બંગાળની ખાંડી અને અરબ સાગરને મળવાનું કેન્દ્ર બિદું પણ છે.