જૈન સાધુઓને હેરાન કરવાનો Live વીડિયો: શાંતિથી બેઠેલા સાધુઓને યુવકે કર્યા અનેક સવાલો, કહ્યું- કેમ બહાર આ રીતે ફરો છો...
- 28 May, 2024
સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા ઉત્તરાખંડમાં દિંગમ્બર જૈન સાધુઓને હેરાન કરવાનો વીડિયો વાઈરલ થયા બાદ આ મામલાની તપાસ કરવા માટે પોલીસે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ અંગેની માહિતી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે આપી છે.
Digambar Jain sadhus on Vihar in Uttarakhand we’re stopped and harassed by a blogger , he threatened them with “all this will not be allowed here” !
— Amitabh Chaudhary (@MithilaWaala) May 27, 2024
Bharat is a country of Sadhus Rishi Muni, these hate mongers trying to intimidate Sabha and Muni for few likes and social media… pic.twitter.com/A3jL3Jzvao
ઉત્તરાખંડના પોલીસ ડાયરેક્ટર જનરલ અભિનવ કુમારે આ અંગે જણાવ્યું હતું કે જૈન સાધુઓને હેરાન કરનાર વ્યક્તિ રાજ્યના તહેરી જિલ્લાનો રહેવાસી છે. તેની સામે ઈન્ડિયન પીનલ કોડ એટલે કે આઈપીસીની કલમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટને ટાંકીને ગુનો નોંધવામાં આવ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે જૈન દિંગમ્બર સાધુઓ એક પાળી પર શાંતિથી બેઠા છે અને એક યુવક તેમની નજીક આવીને તેમને ધમકાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે તેઓ આ રીતે કપડા વિના ખુલ્લામાં કઈ રીતે ફરી શકે? જોકે આ યુવકને સવાલનો જવાબ જૈન સાધુઓએ આપ્યો હતો. જોકે આ યુવક તેમની વાત સાથે સહમત થયો નહોતો અને પછીથી યુવકને વધુ જવાબ આપ્યા વિના જૈન સાધુઓ ત્યાંથી ચાલી નીકળ્યા હતા.
સામાન્ય રીતે દિંગમ્બર જૈન સાધુઓ તેમના શરીર પર કપડા પહેરતા નથી. અને આ તેમની આસ્થાને લગતી વાત છે. અભિનવ કુમારે વધુમાં કહ્યું કે આ વીડિયોના કારણે દિંગમ્બર જૈન સુમદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. ઉત્તરાખંડ તમામ ધર્મમાં શ્રદ્ધા ધરાવનારાઓનો આદર કરે છે. કોઈ પણ ધર્મ પ્રત્યેના અણગમાને સહન કરવામાં આવશે નહીં. ઉત્તરાખંડ પોલીસે રચેલી એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ સમગ્ર મામલાની તપાસ કરશે અને જૈન સાધુઓ સાથે ખરાબ વર્તન કરનાર સામે યોગ્ય પગલા લેશે.