:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી મુસાફરોમાં ફફડાટ: દિલ્હીથી બનારસ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ મુક્યો હોવાની માહિતીથી પેસેન્જર્સ ગભરાયા, કેટલાક મુસાફરોએ કરી બૂમાબૂમ

top-news
  • 28 May, 2024

દિલ્હીથી બનારસ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં મુસાફરો ગભરાયા હતા. ઇન્ડિગો ફ્લાઈટ આજે સવારે દિલ્હીથી બનારસ માટે ટેકઓફ કરવાની હતી. આ દરમિયાન ફ્લાઈટમાં બોમ્બ અંગેની માહિતી મળી હતી. તે પછી તરત જ વિમાનનું ઇમરજન્સી ઇવેક્યુએશન કરાવવામાં આવ્યું હતું. આ પછી ફ્લાઈટમાંથી મુસાફરોને તાત્કાલિક ધોરણે ફ્લાઈટમાંથી ઉતરાવામાં આવ્યા હતા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પેસેન્જરોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં  આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા મુસાફરો કૂદતા પણ જોવા મળ્યા હતા.

ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં ગભરાટ ફેલાઈ ગયો. આ લોકો એરપોર્ટ પર જ પ્લેનના ઇમરજન્સી એક્ઝિટમાંથી કૂદીને ભાગવા લાગ્યા. વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ, ફ્લાઈટને એક અલગ જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાં તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ કરાવવામાં આવી.

ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ સિવાય CISFની 5 ટીમ  પણ સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે આજે સવારે 5:35 વાગ્યે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળી. તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા. તમામ મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે.

દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરા તફરી મચી ગઈ છે. આ પછી ફ્લાઈટમાંથી મુસાફરોને તાત્કાલિક ધોરણે ફ્લાઈટમાંથી ઉતરાવામાં આવ્યા હતા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પેસેન્જરોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં  આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા મુસાફરો કૂદતા પણ જોવા મળ્યા હતા. બોમ્બ હોવાની ધમકીને કારણે દિલ્હી એરપોર્ટ પર ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે.