રાજકોટના અગ્નિકાંડ પછી તંત્રની ઉંધ ઉડી: રાજ્યનાં વિવિધ ગેમિંગ ઝોનમાં ચેકિંગ શરૂ; વડોદરામાં 16 ગેમઝોન પર કાર્યવાહી, અમદાવાદના 3 ગેમઝોન સીલ કરાયા
- 27 May, 2024
રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના પછી તંત્ર સફાળુ જાગ્યું છે. ચેકિંગ બાદ અમદાવાદના 3 ગેમિંગ ઝોનને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરામાં 16 ગેમઝોનને બંધ કરાવવામાં આવ્યા છે. જોકે ચેકિંગ સંપૂર્ણ પૂર્ણ થયા બાદ ગેમઝોનને ફરીથી ચાલુ કરવા અંગેનો આદેશ આપવામાં આવશે. ફાયર સેફ્ટી, સ્ટ્રક્ચર અને ઈલેકટ્રીકની ચકાસણી કરવામાં આવશે. તપાસવામાં આવેલા કેટલાક ગેમઝોન પાસેથી ફાયર એનઓસી મળી આવી છે. જે ગેમઝોન હમણાં જ શરૂ થયા છે, તેમની પાસેથી ફાયર એનઓસી મળ્યું નહોતું. સાવચેતીની તકેદારીના ભાગરૂપે હાલ વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન અને રાઈડ્સ બંધ કરવામાં આવી છે.
અમદાવાદમાં 34 નાના-મોટા ગેમિંગ ઝોન ધમધમે છે. જેમાંથી 34માંથી 28 ઈન્ડોર અને 6 આઉટડોર ગેમ ઝોન ધમધમી રહ્યા છે. તંત્ર દ્વારા તમામ ગેમ ઝોનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 34 માંથી 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનો ખુલાસો થયો છે. 31 ગેમઝોન પાસે એનઓસી ઉપલબ્ધ છે. એનઓસી વગરનાં ગેમિંગ ઝોન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં ગેમઝોન અગ્રિકાંડ બાદ હિંમતનગરનું વહીવટી તંત્ર જાગ્યું છે. હિંમતનગરમાં ફાયર, રેવન્યુ વિભાગ દ્વારા ગેમ ઝોનની તપાસ હાથ ધરવામાં આવી છે. બેરણા રોડ ઉપર ઈકાઈંગ ઝોન, ઓનઓસી, ફાયરની એક પણ સુવિધા નહી. ફાયર વિભાગ દ્વારા ઈકાઈંગ ગેમ ઝોનમાં સિલ મારવાની કામગીરી કરાઈ છે. ફાયર વિભાગ દ્વારા ટીમ, રેવન્યુ ટીમ સહિત પાલિકાનાં કર્મચારીઓ દ્વારા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે.