:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પોલીસ કસ્ટડીમાં મોત થતા કર્ણાટકમાં રોષ: લોકોએ કાયદો હાથમાં લઈને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, 11 પોલીસ કર્મચારીઓ ઘાયલ

top-news
  • 25 May, 2024

કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીમાં આદિલ નામના એક વ્યક્તિનું પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થયા પછી હિંસક ભીડે પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. આ સિવાય પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને ઘણા વાહનોને આગ પણ લગાડવામાં આવી હતી. આ ઘટના શનિવાર રાતની છે. પોલીસે કહ્યું કે આદિલની જુગારના મામલામાં સંડોવણી બહાર આવી હતી. તેના પગલે તેની 24 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે તેનું સ્વાસ્થ્ય બગડી ગયું અને પોલીસ સ્ટેશનમાં તેનું મૃત્યું થયું હતું. 



આદિલના મૃત્યુના સમાચાર ફેલાતા જ તેના સંબંધીઓ લોકોના મોટા જૂથ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હંગામો મચાવ્યો. ટોળાએ પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આદિલના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે તેનું મોત પોલીસ કસ્ટડીમાં ત્રાસને કારણે થયું છે. દાવંગેરના પોલીસ અધિક્ષક ઉમા પ્રશાંતે જણાવ્યું હતું કે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ પછી પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.



એસપીના જણાવ્યા અનુસાર, પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને ચન્નાગિરીમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આરોપી આદિલને કસ્ટડીમાં ટોર્ચર કરવાનો ઇનકાર કર્યો છે. તેના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. પોલીસનો દાવો છે કે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાની છથી સાત મિનિટમાં જ આરોપીનું મોત થઈ ગયું હતું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેનું મૃત્યુ લો બ્લડ પ્રેશરને કારણે થયું છે.

દાવંગેરેના એસપી ઉમા પ્રશાંતે કહ્યું, 'ગઈકાલે આદિલ નામના વ્યક્તિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તે બેભાન થઈને પડી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આદિલ છ-સાત મિનિટ પણ પોલીસ સ્ટેશનમાં નહોતો. લોકો લોકઅપમાં મોતનો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે અને આ મામલે તપાસ કરવામાં આવશે. જજની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસના સાત વાહનો અને 11 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ મામલામાં ત્રણ FIR નોંધવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કલમ 144 લાગુ કરવામાં આવી નથી.