:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું મતદાન: સવારના 11 વાગ્યા સુધીમાં 25.76 ટકા મતદાન, બંગાળમાં સૌથી વધુ 36.88 ટકા વોટિંગ

top-news
  • 25 May, 2024

લોકસભા ચૂંટણી 2024નાં છઠ્ઠ તબક્કામાં સવારના 11 વાગ્યા સુધીમાં 27.6 ટકા મતદાન થયું હતું. વોટિંમાં પશ્ચિમ બંગાળ સૌથી આગળ છે. એક ડેટા મુજબ, અહીં 36.88 ટકા વોટિંગ થયું છે. ઝારખંડમાં 27.80 ટકા, યુપીમાં 27.06 ટકા, બિહારમાં 23.67 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 23.11 ટકા, હરિયાણામાં 22.09 ટકા, દિલ્હીમાં 21.69 અને ઓડિશામાં 21.30 ટકા મતદાન થયું હતું.

 
 લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનાં મતદાનમાં 8 રાજ્યોની 58 સીટો પર વોટિંગ થઈ રહ્યું છે. તેમાં દિલ્હીની સાટ સીટો પણ સામેલ છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને આજે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીમાં તમામ સાત સીટો પર બીજેપી અને ઈન્ડિયાા બ્લોકની વચ્ચે સીધો મુકાબલો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન અંતર્ગત ચૂંટણી રણમાં છે. એવું પ્રથમ વખત થયું છે, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બીજેપીની વિરુદ્ધ સંયુક્ત ઉમેદવાર ઉતાર્ય છે. આપ જ્યાં ચાર સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસે બાકીની ત્રણ સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. ભાજપે 2019માં તમામ સીટો પર મોટા અંતરથી જીત પ્રાપ્ત કરી હતી અને આ વખતે જીતેલા 6 સાંસદને ટિકિટ કાપીને નવા ચેહેરા પર ભરોસો આપ્યો છે. 

દિલ્હીની તમામ સીટો માટો આજે વોટિંગ ચાલી રહ્યું છે. વોટિંગ સવારના સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ તબક્કામાં ઘણા દિગ્ગજ ઉમેદવારો પ્રતિષ્ઠા દાંવ પર લાગેલી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અહીં ચૂંટણી ગઠબંધન અંતર્ગત લડી રહી છે. જેમાં 4 સીટો પર આપ અને ત્રણ સીટો પર કોંગ્રેસ લડી રહી છે.



આપે પૂર્વ દિલ્હી સીટથી કુલદીપ કુમાર, પશ્ચિમી દિલ્હીથી મહાબલ મિશ્રા, નવી દિલ્હીથી સોમનાથ ભારતી અને દક્ષિણ દિલ્હીથી સહી રામ પહલવાનને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ચાંદની ચોકથી જે પી અગ્રવાલ, ઉત્તર પૂર્વી દિલ્હીથી કન્હૈયા કુમાર અને ઉત્તર પશ્ચિમી દિલ્હી સીટથી ઉદિત રાજને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે ઉત્તર પૂર્વી દિલ્હીથી મનોજ તિવારી, દક્ષિણી દિલ્હીથી રામવીર સિંહ બિધૂડી, નવી દિલ્હીથી બાંસૂરી સ્વરાજ, પૂર્વી દિલ્હીથી હર્ષદીપ મલ્હોત્રા, ઉત્તર પશ્ચિમી દિલ્હીથી યોગેન્દ્ર ચંદોલિયા, ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલ અને પશ્ચિમી દિલ્હીથી કમલજીત સહરાવતને ટિકિટ આપી છે. દિલ્હીની તમામ સીટો પર વોટિંગ ચાલુ છે. ચૂંટણી આયોગના આંકડાઓ મુજબ, સવારના 9 વાગ્યા સુધીમાં દિલ્હીમાં 8.94 ટકા વોટિંગ થયું હતું.