:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બાંગ્લાદેશના સાંસદની ભારતમાં હત્યાનો મામલો: સાંસદને હનીટ્રેપમાં ફસાવનારી મહિલાની પોલીસે કરી ધરપકડ, કોલકાતામાંથી મળી હતી સાંસદની લાશ

top-news
  • 24 May, 2024

કોલકાતામાં બાંગ્લાદેશનાં સાંસદ અનવારુલ અજીમ આનારની હત્યાને લઈને રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. સાંસદની હત્યામાં તેમની બાળપણની દોસ્તે ષડયંત્ર રચ્યું હોવાની વાત બહાર આવી છે. બીજી તરફ એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ મામલો પાંચ કરોડની સપોરીમાં પાર પાડવામાં આવ્યો છે. તો બીજી એવી પણ ચર્ચા છે કે હનીટ્રેપ પણ આ મામલામાં થઈ હોઈ શકે. પોલીસે એક મહિલાની આ મામલામાં ધરપકડ કરી છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ મહિલા દ્વારા સાંસદની હનીટ્રેપ કરવામાં આવી હતી.  

આ મહિલાનું નામ શિલાંતી રહેમાન છે, જે બાંગ્લાદેશની નાગરિક છે. બાંગ્લાદેશ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિલાન્તી આ હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ અક્તારુઝમાન શાહીનની ગર્લફ્રેન્ડ છે. જે સમયે સાંસદ અનવારુલની હત્યા કરવામાં આવી હતી. તે કોલકાતામાં હતી અને 15 મેના રોજ આ હત્યાકાંડના મુખ્ય આરોપી, ખૂની અમાનુલ્લા અમાન સાથે ઢાકા પરત આવી હતી.પોલીસ સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશથી સાંસદને કોલકાતા બોલાવવા માટે અક્તરુજમાને શિલાન્તીનો હનીટ્રેપ તરીકે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા આરોપીઓના નિવેદનના આધારે શિલાન્તીની અટકાયત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ સીઆઈડીએ બાંગ્લાદેશ સાંસદની હત્યા કેસમાં પ્રથમ ધરપકડ કરી છે. CID સૂત્રોનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ CID દ્વારા જેહાદ હવાલદાર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેહાદ એક વ્યાવસાયિક કસાઈ છે. આ કામને અંજામ આપવા માટે તેને મર્ડર માસ્ટર માઈન્ડ અક્તરુઝમાને મુંબઈથી ખાસ બોલાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા જ આ કામ માટે જેહાદને રાખવામાં આવ્યો હતો અને તેને મુંબઈથી કોલકાતા બોલાવવામાં આવ્યો હતો. જેહાદને 5 કરોડ રૂપિયાની સોપારીનો હિસ્સો પણ આપવામાં આવ્યો હતો. તે કોલકાતા એરપોર્ટ પાસેની એક હોટલમાં રોકાયો હતો.

તમને જણાવી દઈએ કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાંસદ અનવરુલના નજીકના મિત્રએ આ હત્યા માટે 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સાંસદનો આ મિત્ર અમેરિકન નાગરિક છે.તપાસ મુજબ, બાંગ્લાદેશી સાંસદ અનવરુલના બાળપણના મિત્ર અકતારુઝમાન શાહીને વેપારી દુશ્મનાવટના કારણે સાંસદની હત્યાની યોજના ઘડી હતી. શાહીન ઝિનાઈદહની રહેવાસી છે. તેની પાસે અમેરિકન નાગરિકતા પણ છે.
 

તેમના ભાઈ ઝિનાઈદહની કોટચંદપુર નગરપાલિકાના મેયર છે. તમને જણાવી દઈએ કે અનવરુલ ઝિનાઈદહથી સાંસદ હતા.શાહીન 30 એપ્રિલે અમાન અને તેની ગર્લફ્રેન્ડ સિલિસ્તા રહેમાન સાથે કોલકાતા ગઈ હતી. તેણે કોલકાતાના સંજીબા ગાર્ડનમાં ડુપ્લેક્સ ભાડે રાખ્યો હતો. શાહીનના બે સહયોગી સિયામ અને જેહાદ પહેલાથી જ કોલકાતામાં હતા. બંનેએ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.શાહીન 10 મેના રોજ બાંગ્લાદેશ પરત ફરી હતી. તેણે હત્યાની સમગ્ર જવાબદારી અમનને સોંપી દીધી. પ્લાન મુજબ અમાને બાંગ્લાદેશથી વધુ બે હિટમેનને કોલકાતા બોલાવ્યા. ફૈઝલ શાજી અને મુસ્તફિઝ 11 મેના રોજ કોલકાતા ગયા અને આ ષડયંત્રમાં સામેલ થયા.

12 મેના રોજ દર્શન બોર્ડર દ્વારા કોલકાતા ગયા હતા. તે પ્રથમ દિવસ તેના મિત્ર ગોપાલના ઘરે રોકાયો હતો. દરમિયાન હત્યારાએ તેને 13 મેના રોજ તેના ફ્લેટમાં બોલાવ્યો હતો.13 મેના રોજ અનવરૂલ સંજીબા ગાર્ડનમાં અમનના એપાર્ટમેન્ટમાં ગયો હતો. આ દરમિયાન અમાને તેના સાગરિતો ફૈઝલ, મુસ્તફિઝ, સિયામ અને જેહાદ સાથે મળીને તેમને પકડી લીધા હતા. તેણે અનવારુલને શાહીનને પૈસા પરત કરવા પણ કહ્યું. આ મુંઝવણમાં તેણે અનવરુલનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી નાખી. 

હત્યા બાદ અમાને શાહીનને તેની જાણ કરી હતી.અમન પાસેથી મળેલી માહિતીના આધારે ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહીનની સૂચના મુજબ અનવરુલના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા જેથી તેનો સરળતાથી નિકાલ કરી શકાય. આ માટે ફ્લેટ પાસેના શોપિંગ મોલમાંથી બે મોટી ટ્રોલી બેગ અને પોલીથીનની ખરીદી કરવામાં આવી હતી. મૃતદેહના ટુકડા આ પોલીથીન બેગ અને ટ્રોલીઓમાં રાખવામાં આવ્યા હતા.