:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાંથી રજા મળી: મુંબઈ લઈ જવા ચાર્ટડ પ્લેન તૈયાર; થોડીવારમાં થશે રવાના, ડીહાઈડ્રેશનનાં કારણે થવું પડ્યું હતું દાખલ

top-news
  • 23 May, 2024

બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. એક્ટરને ડીહાઈડ્રેશનના કારણે બુધવારે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. શાહરૂખ અમદાવાદની કે ડી હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલ એક્ટરની તબિયત સુધારો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછીથી શાહરૂખ અમદાવાદ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન લઈને મુંબઈ રવાના થશે. 

 મેનેજર પૂજા ડડલાનીએ શાહરૂખની હેલ્થ વિશે અપડેટ આપ્યું



શાહરૂખની હેલ્થને લઈને તાજેતરમાં જ તેમની મેનેજર પૂજા ડડલાનીએ અપડેટ આપ્યું હતું. કિંગ ખાનની મેનેજરે એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે શાહરૂખની તબિયતમાં હવે પહેલા કરતા ઘણો સુધારો છે. પૂજાએ લખ્યું કે હું મિસ્ટર ખાનના તમામ શુભ ચિંતકો અને ફેન્સને એ વાત કહેવા માંગુ છું કે તેમની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. તમારા બધાના પ્રેમ, પ્રાર્થના અને કન્સર્ન બદલ ધન્યવાદ. 

ઉલ્લેખનીય છે કે કિંગ ખાન કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક હોવાથી તેમના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અમદાવાદ આવ્યા હતા. તે દરમિયાન મેચ પૂર્ણ થયા બાદ તેઓ મેદાનમાં ફરીને દર્શકોનો આભાર પણ માન્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમથી તેમની તબિયતને અસર થઈ હતી. તેના પગલે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ફેન્સ બુધવારે ઘણા ટેન્શનમાં આવી ગયા હતા. 



સમાચાર આવ્યા કે શાહરૂખની તબિયત બગડી, જે બાદ તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ ડિહાઈડ્રેશનથી પીડાઈ રહ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયાથી લઈને બોલિવૂડ સુધી ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર વિશ્વમાં શાહરૂખના ચાહકો તેની તબિયતની ચિંતા કરવા લાગ્યા.