:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

48 કલાક ઈન્ટરનેટ બંધ રહેશે: બિહારના સારણામાં લોકસભા ચૂંટણીનાં મતદાન પછી હિંસા; ગોળીબારમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત

top-news
  • 21 May, 2024

બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે થયેલા  પાંચમાં તબક્કાના મતદાન પછી હિંસાના સમાચાર છે. આ સીટથી રાષ્ટ્રીય જનતા દળના રોહિણી આચાર્ય ઉમેદવાર છે. તેઓ સોમવારે સાંજે મતદાન પૂર્ણ થયા પછીથી છપરા શહેરના જે બૂથ પર પહોંચી હતી, ત્યાં જોરદાર હોબાળો થયો હતો. આ મામલામાં વિવાદ વધતા સારણમાં મંગળવારે બે પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં એક શખ્સનું મોત થયું છે. જ્યારે બે લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. આ મામલામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય સારણમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

ઘટના પછીથી છપરાના ભિખારી ઠાકુર ચૌકની પાસે મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. ઘટના સ્થળે એસપી અને ડીએમ હાજર છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સાંજે આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય આ જ વિસ્તારની 118 નંબરના બૂથ પર પહોંચ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે બંને તરફે ઘણા લોકો હતા. ખૂબ જ ભીડ હતી. બંને તરફથી લોકો લાકડી અને ડંડા લઈને આવ્યા હતા. ફાયરિંગ થયું હતું. ત્રણ વ્યક્તિઓને ગોળી વાગી છે. 

સ્થાનિક લોકોનો આરોપ છે કે રોહિણી આચાર્યે બૂથ પર પહોંચીને મતદાતાઓની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેમની સાથે સમર્થકો પણ હતા. રોહિણી આચાર્યએ ગુસ્સે ભરાયેલી ભીડને જોતા ત્યાંથી જતા રહેવાની ફરજ પડી હતી. જોકે મંગળવારે સવારે નવેસરથી વિવાદ વધ્યો તો ગોળીબાર થયો હતો. આ ઘટના પર સારણ એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે કાલે આરજેડી અને બીજેપીના કાર્યકર્તાઓની વચ્ચે વિવાદ વધ્યો હતો. તેની પ્રતિક્રિયાના ભાગરૂપે આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎