:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ: સાંજના 5 વાગ્યા સુધીમાં 56.68 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73 ટકા વોટિંગ

top-news
  • 20 May, 2024

લોકસભા ચૂંટણીનાં 5માં તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. આંકડાઓ પર નજર કરીએ તો 5 વાગ્યા સુધીમાં 56.68 ટકા વોટ પડ્યા છે. ઓછા અને વધુ મતદાનની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનું સૌથી ઓછું વોટિંગ થયું છે. જ્યારે લદ્દાખ, ઝારખંડ, ઓડિશા એવા રાજ્યો છે, જ્યાં 60 ટકાથી વધુ વોટિંગ થયું છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં વોટિંગ ટકાવારી સૌથી ઓછી છે. અહીં 73 ટકા લોકોએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોતાના મત્તાધિકારનો પ્રયોગ કર્યો છે. 

પાંચ વાગ્યા સુધીમાં બિહારમાં 52.35 ટકા, જમ્મુઅનેકાશ્મીરમાં 54.21 ટકા, ઝારખંડમાં 61.90 ટકા, લદ્દાખમાં 67.15 ટકા, મહારાષ્ટ્રમાં 48.66 ટકા, ઓડિશામાં 60.55 ટકા, ઉત્તરપ્રદેશમાં 55.80 ટકા અને પશ્ચિમ બંગાળમાં 73.00 ટકા મતદાન થયું છે.  આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર મતદાન થયું હતું. આ સિવાય ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર 8 કરોડ 95 લાખથી વધુ મતદાતાઓ નોંધાયા હતા. જ્યારે વોટિંગ માટે 94,732 મતદાન કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પાંચમાં તબક્કાની 49 લોકસભા સીટો પર કુલ 695 ઉમેદવારો મેદાનમાં હતા. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખની એક-એક સીટ માટે મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે પાંચમાં તબક્કામાં સૌથી ઓછી એટલે કે 49 સીટો માટે મતદાન થયું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎