:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ મામલે મોટા સમાચાર: JDSનાં નેતા એચ ડી રેવન્નાને કોર્ટે આપી મોટી રાહત, યૌન શોષણનાં કેસમાં મળ્યા જામીન

top-news
  • 20 May, 2024

કર્ણાટકનાં બહુચર્ચિત યૌન શોષણ મામલામાં સોમવારે એક સ્પેશિયલ કોર્ટે રાજ્યનાં પૂર્વ મંત્રી અને JDS નેતા એચડી રેવન્નાને જામીન આપ્યા છે. એચડી રેવન્ના અને તેમના સાંસદ પુત્ર પ્રજ્વલ રેવન્નાની વિરુદ્ધ ઘણી મહિલાઓએ યૌન શોષણનો કેસ નોંધાવ્યો છે. આ મામલાઓની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પ્રજ્વલ રેવન્ના દેશની બહાર છે અને નોટીસ પાઠવવામાં આવ્યા છતાં  દેશમાં પરત આવ્યા નથી. 

આ પહેલા જેડીએસ નેતા અને ધારાસભ્ય એચ ડી રેવન્નાને સ્પેશિયલ કોર્ટે 13 મેના રોજ કિડનેપિંગના મામલામાં જામીન આપ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ જેલમાંથી બહાર આવી શક્યા નહોતા. તેમને 5 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.

પ્રજ્વલના પિતા અને જેડીએસ નેતા એચડી રેવન્નાની 4 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ એક મહિલાના પુત્રએ કેસ નોંધાવ્યો હતો. મહિલાના પુત્રનો આરોપ હતો કે તેની માતા રેવન્નાના ઘરે કામ કરતી હતી. તે પછીથી તેની માતા અચાનક જ ગુમ થઈ ગઈ હતી. ઘટના પહેલા તેની માતાના યૌન શોષણનો એક વીડિયો મોકલવામાં આવ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎