ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત: ખરાબ હવામાનને પગલે રેસ્ક્યુ ટીમને દુર્ઘટના સ્થળ સુધી પહોંચતા જ 17 કલાક લાગ્યા
- 20 May, 2024
ઈરાનની હેલિકોપ્ટર દુર્ઘટનામાં દુ:ખદ સમાચાર આવ્યા છે. આ ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું મૃત્યુ થયું છે. એક ઈરાની અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે રેસ્ક્યુ ટીમોએ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરના કાટમાળને શોધી કાઢ્યો છે અને એ વાતની શક્યતા ખૂબ જ ઓછી છે કે ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને તેમના વિદેશ મંત્રી બરફીલા હવામાનની વચ્ચે પહાડી વિસ્તારમાં થયેલી આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવતા બચ્યા હોય. ઈરાનના પ્રેસ ટીવીએ એક એક્સ પોસ્ટમાં લખ્યું છે કે રેસ્ક્યુ ટીમે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરની ઓળખ કરી લીધી છે. જોકે કોઈ પણ જીવિત વ્યક્તિ કોઈ ભાળ હજી સુધી મળી નથી.
આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્રમુખ ઈબ્રાહિમ રઈસી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારબાદ હેલિકોપ્ટરના હાર્ડ લેન્ડિંગની આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર (375 માઈલ) ઉત્તર-પશ્ચિમમાં અઝરબૈજાનની સરહદે આવેલા જુલ્ફા શહેરની નજીક બની હતી. સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર, ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ અને અંગરક્ષકો પણ રઈસી સાથે મુસાફરી કરી રહ્યા હતા.
.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે તો સુરક્ષિત પરત ફર્યા હતા પરંતુ તે હેલિકોપ્ટર પરત ફર્યું નહોતું, જેમાં ઈબ્રાહિમ રઈસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વી અજરબૈજાન પ્રાંતના ગવર્નર માલેક રહમત અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી આલે-હાશમે પણ સવાર હતા. અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ રઈસીનું હેલિકોપ્ટર સંપૂર્ણ સળગી ગયું. તેના પગલે તેમાં સવાર તમામ લોકોના મોત થવાની શક્યતા છે.
પૂર્વી અજરબૈજાન પ્રાંતના પહાડી વિસ્તારમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરના કાટમાળ સુધી પહોંચવા માટે રેસ્ક્યુ ટીમ આખીરાત બરફના તોફાનની વચ્ચે સંઘર્ષ કરતી રહી હતી. તે પછીથી તે આજે સોમવારે ઘટનાસ્થળ સુધી પહોંચી શકી હતી. હવામાન ખરાબ હોવાના પગલે રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળ સુધી પહોંચવામાં 17 કલાકનો સમય લાગ્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ