:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવાનો મામલો: દિલ્હીની તીસ હજારી કોર્ટે વિભવ કુમારની આગોતરા જામીન અરજી ફગાવી, સાંજે થઈ હતી ધરપકડ

top-news
  • 18 May, 2024

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવાના મામલામાં ધરપકડ કરવામાં આવેલા વિભવ કુમારની આગોતરા જામીન અરજીને દિલ્હીની તીસ હજારી કોર્ટે આજે ફગાવી દીધી છે. વિભાવ કુમારની જામીન અરજીને કોર્ટે અર્થહીન ગણાવી છે. આ અંગે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે વિભવ કુમારની આજે સાંજે 4.15 કલાકે ધરપકડ કરવામાં આવી છે. તે પહેલા ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો. પોલીસ આજે વિભવને કોર્ટમાં રજૂ કરે તેવી શક્યતા છે. પોલીસ વિભવના રિમાન્ડની માંગ કરશે. પોલીસ એ જાણવાની કોશિશ કરશે કે સ્વાતી માલીવાલે જે મારપીટનો આરોપ લગાવ્યો છે, તેની પાછળ શું જવાબદાર છે. પોલીસની તપાસ એફઆઈઆરના આધારે આગળ વધી રહી છે. પોલીસ વિભવને લઈને સીએમ આવાસ પર પણ જશે. 

સ્વાતિ માલીવાલે વિભવ વિરુદ્ધ નોંધાવેલી FIRમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. એફઆઈઆરમાં સ્વાતિએ કહ્યું કે હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમની કેમ્પ ઓફિસમાં મળવા ગઈ હતી. ઓફિસ ગયા બાદ મેં સીએમના પીએસ વિભવ કુમારને ફોન કર્યો પરંતુ મારો સંપર્ક થઈ શક્યો નહીં. પછી મેં તેમના મોબાઈલ નંબર પર (વોટ્સએપ દ્વારા) મેસેજ મોકલ્યો. જોકે કોઈ જવાબ આવ્યો ન હતો. તે પછી હું ઘરના મુખ્ય દરવાજાથી અંદર ગઈ હતી. જે પ્રમાણે હું છેલ્લા વર્ષોથી જતી આવી છું

13 મેના રોજ સ્વાતિ માલીવાલ પર મારપીટની ઘટના સામે આવી હતી અને તેણે અરવિંદ કેજરીવાલના નજીકના વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે પછી તેણે એફઆઈઆર નોંધાવી અને શુક્રવારે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું જેમાં વિભવ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. કેસ નોંધ્યા પછી, દિલ્હી પોલીસ તેની ધરપકડ કરવા માટે વિભવના સ્થાનની સતત તપાસ કરી રહી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎