સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો: આંખો, ચેહરા અને પગમાં ઈજા, હોસ્પિટલમાં સ્વાતિએ કહ્યું- મને માથામાં પણ વાગ્યું છે
- 18 May, 2024
આપના સાંસદ સ્વાતિ માલીવાલને મારમારવાના કેસના પગલે હાલ રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન સ્વાતિ માલીવાલનો આજે મેડિકલ રિપોર્ટ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એમ્સના ટ્રોમા સેન્ટરમાં તેમની મેડિકલ તપાસ કરાઈ હતી. એમએલસીમાં તેમની આંખો, ચેહરા અને પગ પર ઈજાઓ થઈ હોવાની વાત બહાર આવી છે. સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તેમને ડાબા પગમાં ઈજા થઈ છે. આ સિવાય તેમની જમણી આંખની નીચે પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મેડિકલ રિપોર્ટની વાત કરીએ તો માલીવાલના શરીર પર ચાર જગ્યાએ ઈજા થઈ હોવાના નિશાન જોવા મળ્યા છે. જોકે જ્યારે તેઓ તબીબી સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યા તો તેમણે માથામાં ઈજા થઈ હોવાની વાત પણ કરી હતી.
સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવ કુમાર પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, દિલ્હીના સીએમના સત્તાવાર નિવાસસ્થાને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસમાં નોંધાવેલી એફઆઈઆરમાં તેણે વિભવ કુમાર પર તેના પગ વડે પેટ, છાતી અને પેલ્વિસ એરિયામાં ઈજા પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો.આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરેથી એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં સુરક્ષા ગાર્ડ સ્વાતિ માલીવાલનો હાથ પકડીને તેને બહાર લઈ જતા જોવા મળે છે.
આ વીડિયો 13 મેનો હોવાનું કહેવાય છે, તે દિવસે જ્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ માલીવાલે મુખ્યમંત્રીના સહયોગી વિભવ કુમાર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાથી રાજકીય ગરમાવો સર્જાયો છે. સ્વાતિ માલીવાલ અને આમ આદમી પાર્ટી એકબીજા પર તીખી ટિપ્પણી કરી રહ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ