સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો સામે આવ્યો: મુખ્યમંત્રી આવાસમાંથી સ્વાતિને મહિલા સુરક્ષા કર્મચારી બહાર લાવતા જોવા મળ્યા, ત્રણ અન્ય કર્મચારીઓ પણ દેખાયા
- 18 May, 2024
રાજયસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ આવાસમાં થયેલી મારામારીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આપના સૂત્રોના જણાવ્યા મુજબ આ વીડિયો સીએમ આવાસનો છે અને 13 મેનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સ્વાતિ માલીવાલ ઝડપથી સીએમ હાઉસની બહાર નીકળી રહી છે અને અન્ય એક મહિલા સુરક્ષા કર્મચારી તેમને હાથ પકડીને બહાર લઈ જઈ રહ્યાં છે. આ દરમિયાન વધુ ત્રણ સુરક્ષા કર્મચારીઓ પણ દેખાઈ રહ્યાં છે.
જેવા સ્વાતિ માલીવાલ બહાર રસ્તા પર આવે છે કે તરત જ તે પોતાનો હાથ મહિલા સુરક્ષા કર્મચારીના હાથમાંથી ધક્કો મારીને લઈ લે છે. આ દરમિયાન ત્યાં બે પોલીસ કર્મચારી પણ દેખાઈ રહ્યાં છે અને સ્વાતિ સીએમ આવાસ તરફ ઈશારો કરીને તેને કઈંક કહે છે. જોકે અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી. બીજી તરફ સ્વાતિએ આરોપ લગાવતા કહ્યું છે કે લોકો ઘરના સીસીટીવી સાથે છેડછાડ કરી રહ્યાં છે. આ પહેલા શુક્રવારે સ્વાતિનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે સીએમ આવાસની અંદર ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ