સ્વાતિ માલીવાલ કેસની એફઆઈઆરની વિગત: સ્વાતિએ કહ્યું- હું CMને મળવા ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી, ત્યાં બિભવ કુમાર મને અપશબ્દો બોલવા લાગ્યા
- 17 May, 2024
આમ આદમી પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલ કેસમાં સતત નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. સીએમ અરવિંદ કેજરીવાલના પીએસ બિભવ કુમારની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. પોલીસ આજે સ્વાતિનું નિવેદન નોંધવા માટે તેને લઈને તીસ હજારી કોર્ટમાં પહોંચી છે. એક અહેવાલ મુજબ સ્વાતિ સાથેની મારપીટ પછીથી તેમના તરફથી 13 મેના રોજ પોલીસને આપવામાં આવેલી ફરિયાદને જ એફઆઈઆરમાં બદલી નાખવામાં આવી છે. આ સિવાય તે દિવસનો સીએમ હાઉસની અંદરનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે સ્વાતિની સાથે મારપીટ થઈ હતી.
એફઆઈઆરમાં શું છે
હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમની કેમ્પ ઓફિસે ગઈ હતી. ઓફિસ ગયા પછીથી સીએમના પીએસ બિભવ કુમારને ફોન કર્યો હતો, જોકે સંપર્ક થઈ શક્યો નહોતો. પછીથી મેં તેમના મોબાઈલ નંબર પર વ્હોટ્સઅપથી એક મેસેજ કર્યો હતો. જોકે તેનો કોઈ જ જવાબ આવ્યો નહોતો. તે પછીથી હું ઘરના મુખ્ય દરવાજાથી અંદર ગઈ હતી. જેનો ઉપયોગ હું પહેલેથી કરતી આવી છું. બિભવ કુમાર ત્યાં હાજર નહોતા, તેના પગલે હું ઘરની અંદર દાખલ થઈ હતી અને ત્યાં હાજર કર્મચારીઓને જાણ કરી કે તેઓ સીએમને મળવા આવ્યા હોવા અંગેની જાણ કરે.
મને કહેવામાં આવ્યું કે તે ઘરમાં હાજર છે અને મને ડ્રોઈંગ રૂમમાં જવા માટે કહેવામાં આવ્યું. હું ડ્રોઈગ રૂમમાં જઈને સોફા પર બેઠી અને તેમની રાહ જોઈ રહી હતી. એટલામાં જ એક સ્ટાફે મને જાણ કરી કે સીએમ મને મળવા માટે આવી રહ્યાં છે અને આટલું કીધા પછી તરત સીએમના પીએસ બિભવ કુમાર ઘરમાં આવી ગયા હતા. તેઓ કોઈ વાત વગર જ બૂમ પાડવા લાગ્યા હતા અને મને ગાળો બોલવા લાગ્યા હતા. હું અચાનક જ સ્તબ્ધ થઈ ગઈ હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ