ઈઝરાયેલના ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં 24 કલાકમાં 756 લોકોના મોત

- 26 Oct, 2023
ઈઝરાયેલ અને હમાસના યુદ્ધના 19માં દિવસે ઈઝરાયેલી વાયુસેનાએ ગાઝા પટ્ટી પર ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેથી છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં 756 લોકો માર્યા ગયા, જે 7 ઓકટોબરથી ચાલુ યુદ્ધમાં એક દિવસમાં સૌથી વધુ મોતની સંખ્યા છે. ગાઝા પર થયેલા ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 6546 લોકોના મોત થયા છે.
માર્યા ગયેલા લોકોમાં 344 બાળકોનો સમાવેશ થાય છે, જયારે બીજી બાજુ હમાસના હુમલાથી ઈઝરાયેલમાં 1400 લોકોના મોત થયા છે. ઈઝરાયેલ ગાઝાના મળી કુલ 7044 લોકોના મોત અત્યાર સુધીમાં થયા છે. એકબાજુ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ યુદ્ધને રોકવાની અને વિશ્વ શાંતિની બધી યોજનાઓ વિફળ થતી જોવા મળી રહી છે. બુધવારે અમેરિકી જો બાઈડને ટિપ્પણી કરી હતી કે ભવિષ્યમાં ઈઝરાયેલી અને ફિલીસ્તીની રાજયોએ સાથે સાથે સામેલ થવું પડશે.
બાઈડને વોશિંગ્ટનમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બાનીઝની સાથે સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે ઈઝરાયેલી અને ફિલીસ્તીની સમાન રીતે સુરક્ષા, સન્માન અને શાંતિથી સાથે રહેવાના હકદાર છે. બાઈડને જણાવ્યું હતું કે ઈસ્લામવાદી હમાસ સમૂહ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવા 1400 લોકોની હત્યા કરવા અને વિભિન્ન રાષ્ટ્રીયતાના 200થી વધુ લોકોને બંધક બનાવવાનું એક કારણ ઈઝરાયેલ અને સાઉદી અરબ વચ્ચેના સંબંધોને સામાન્ય થતા રોકવાનું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ