:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન : બે વિદેશી પ્રવાસીઓને બચવાયા જ્યારે એકનું મોત

top-news
  • 22 Feb, 2024

હાલ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલેલો જોવા મળી રહ્યો છે,દેશ-વિદેશથી પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે,અને ત્યાંના સૃષ્ટિ સૌદર્યનો આનંદ માણી રહ્યા છે. આ સિઝનમાં ત્યાં અનેક વિન્ટર સ્પર્ધાઓનું પણ આયોજન થતું હોય છે. એવામાં અચાનક ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટક્યું છે, જેના કારણે જાણીતા ટુરિસ્ટ પ્લેસ પર ઘણા પ્રવાસીઓ ફસાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ગુલમર્ગમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગના બેક કન્ટ્રી વિસ્તારમાં  હિમપ્રપાત થયો હતો. જેના કારણે કેટલાક સ્કીઅર્સ ફસાયા છે. નોંધનીય છે કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ચોથા દિવસે પણ બંધ રહ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ જતાં મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા વાહનવ્યવહાર ફરીથી શરુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

હાલ ગુલમર્ગમાં વિન્ટર ગેમ્સનો આજે બીજો દિવસ છે અને ગુલમર્ગમાં વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે. દેશ-વિદેશના ખેલાડીઓની સાથે સાથે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને પ્રવાસીઓ પણ અહીં પહોંચ્યા છે. આ દરમિયાન હિમસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે જ્યારે બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ  બારામુલ્લા પોલીસ, 18RR, HAWS અને સ્થાનિક લોકોની ટીમ બચાવ કામગીરી કરી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎