:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સપાના સીટોની વહેંચણીના પ્રસ્તાવ પર કોંગ્રેસનું મૌન, અખિલેશ યાદવે પણ I.N.D.I.A ગઠબંધનનો સાથ છોડ્યો .. !!!

top-news
  • 20 Feb, 2024

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થશે એવા સમાચારો વહેતા થયા હતા . પરંતુ હવે બન્ને પાર્ટી વચ્ચે સીટ વહેચણી મામલે એકમત ન થતા અખિલેશ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય આવી સ્થિતિમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું અખિલેશ યાદવે પણ I.N.D.I.A ગઠબંધનનો સાથ છોડી દીધો છે.

કોંગ્રેસે સોમવારે I.N.D.I.A ગઠબંધન હેઠળ 17 બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટીના પ્રસ્તાવ પર કોઈ જવાબ મોકલ્યોન હતો. અખિલેશે સોમવારે પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું કે જ્યાં સુધી સીટોની વહેંચણી નહીં થાય ત્યાં સુધી સપા તેમની ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં. અગાઉ અખિલેશ રાયબરેલીમાં યાત્રામાં સામેલ થવાના હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર સપાએ અમેઠી, રાયબરેલી, બારાબંકી, સીતાપુર, કૈસરગંજ, વારાણસી, અમરોહા, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, કાનપુર, હાથરસ, ઝાંસી, મહારાજગંજ અને બાગપત સીટો કોંગ્રેસને આપી છે. જોકે કોંગ્રેસ પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી.

સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ગઠબંધન હેઠળ 17 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અગાઉ, સપાએ કોંગ્રેસને 11 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. સોમવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસ માટે 17 લોકસભા સીટો છોડવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. પહેલા બંને પક્ષો વચ્ચે 15 બેઠકો પર વાતચીત થઈ હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎