:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સુપ્રીમમાં આજે રજૂ થશે બેલેટ પેપર : ચંદીગઢ મેયરની ચૂંટણીના મામલે આજે વધુ સુનાવણી...

top-news
  • 20 Feb, 2024

ચંડીગઢ મેયર ચૂંટણી વિવાદ કેસની હાલ સુપ્રીમમાં સુનાવણી થઈ રહી છે,એ દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરીથી પ્રિસાઇડિંગ ઓફિસરને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ઓફિસરની સામે કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે અમે જાણીએ છીએ કે હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે અને તેને લઈને અત્યંત ચિંતિત છીએ. આજે સુપ્રીમ કોર્ટમાં બેલેટ પહોંચશે. કોર્ટનો નિર્ણય નવા રાજકીય સમીકરણ પર ભારે પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે 30 જાન્યુઆરીએ યોજાયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીના તમામ બેલેટ પેપર અને વીડિયો મંગાવ્યા છે. કોર્ટે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહને પણ પૂછપરછ કરી હતી, જેમાં મસીહે સ્વીકાર્યું હતું કે તેણે બેલેટ પેપર પર ચિહ્નિત કર્યું હતું. કોર્ટ મંગળવારે બપોરે 2 વાગ્યે ચૂંટણીનો સંપૂર્ણ વીડિયો જોવાની સાથે બેલેટ પેપરની તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પાસેથી પૂરતી સુરક્ષા સાથે બેલેટ પેપર મગાવ્યા છે.

આ ઉપરાંત મતગણતરીનો વીડિયો પણ મગાવ્યો છે અને જો મસીહ દોષી સાબિત થશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.30મી જાન્યુઆરીએ ચંડીગઢ મેયરની ચૂંટણી થઇ હતી, ભાજપ સાંસદ કિરણ ખેરના મત બાદ ગણતરી શરૂ કરાઇ હતી. મતગણતરી રિટર્નિંગ ઓફિસર અને ભાજપ સાથે લિંક ધરાવતા અનિલ મસીહે કરી હતી. ભાજપને 16 મત મળ્યા હતા જ્યારે આપ અને કોંગ્રેસ ગઠબંધનને 20 મત મળ્યા હતા.

બાદમાં અનિલ મસીહે દાવો કર્યો હતો કે આપ અને કોંગ્રેસના આઠ મત અયોગ્ય જાહેર કરવામાં આવે છે કેમ કે તેના બેલેટ પેપરમાં અન્ય ટિકમાર્ક હતા. અને તેથી આપ અને કોંગ્રેસના 20માંથી આઠ મત રદ થતા આંકડો 12 પર આવી ગયો હતો. અને ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. પરીણામ જાહેર કરીને ખુદ આરોપી રિટર્નિંગ ઓફિસરે ભાજપના ઉમેદવારને ખુરશી પર બેસાડયા હતા. આ તમામ પ્રક્રિયાના વીડિયો સુપ્રીમ કોર્ટમાં રજુ કરાયા હતા. જેને જોયા બાદ સુપ્રીમે કહ્યું હતું કે અમે લોકશાહીની હત્યા નહીં થવા દઇએ. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎