:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

દિલ્હીમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન ; 11 હજારથી વધુ કાર્યકરો લઇ રહ્યાં છે ભાગ

top-news
  • 17 Feb, 2024

લોકસભા ચૂંટણી પહેલા આજથી ભારતીય જનતા પાર્ટીનું બે દિવસનું મંથન છે. દિલ્હીના ભારત મંડપમમાં આજે અને આવતીકાલે રાષ્ટ્રીય અધિવેશન આયોજિત કરવામાં આવ્યુ છે. બપોરે 3 વાગ્યે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અધિવેશનની શરૂઆત કરશે. બેઠકમાં બે પ્રસ્તાવ લાવવામાં આવશે. સાથે જ રામમંદિર, મહિલા અનામત, ખેડૂત અને યુવાઓ માટે કામ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

અધિવેશન બેઠક પહેલા સવારે 11 વાગ્યાથી રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક થવાની છે, જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. ભાજપના આ અધિવેશનમાં 11,500 નેતા ભાગ લેશે. લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ પાર્ટી માટે 370 સીટ જીતવા અને એનડીએ ગઠબંધન માટે 400થી વધારે સીટ જીતવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. અધિવેશનનું સમાપન વડાપ્રધાન મોદીના સંબોધનથી થશે.

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ સિવાય ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારી, ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, તમામ સાંસદ અને ધારાસભ્ય, તમામ પ્રદેશ પદાધિકારી, તમામ જિલ્લા પંચાયતના સભ્ય, નગરપાલિકાઓના અધ્યક્ષ અને તમામ જિલ્લાધ્યક્ષ, મહામંત્રી અને મંડલ અધ્યક્ષ પણ સામેલ થશે.

રાષ્ટ્રીય અધિવેશનમાં રાજકીય પ્રસ્તાવ સિવાય આર્થિક અને સામાજિક વિષયો પર પણ પ્રસ્તાવ લાવવામાં આવશે. ભાજપ રાષ્ટ્રીય અધિવેશન સ્થળ ભારત મંડપમમાં મોદી સરકારની સિદ્ધીઓ અને કામ પર આધારિત એક મોટુ પ્રદર્શન લગાવવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના વિચારને દર્શાવવામાં આવ્યો છે.

બેઠકને લઈ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પાર્ટી પોતાના રાષ્ટ્રીય સત્રોને અત્યંત લોકશાહી ઢબે આયોજિત કરે છે. અમે સમય પર પાર્ટીની ચૂંટણી કરાવીએ છીએ અને ક્ષેત્રીય અને સ્થાનિક સ્તર પર કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

વડાપ્રધાન મોદીએ ભાજપ માટે 370 પ્લસ સીટ અને ભાજપના નેતૃત્વવાળી એનડીએ માટે 400 પાર સીટ મેળવવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યુ છે. બેઠક દરમિયાન ભાજપ નેતા આગામી ચૂંટણી સંબંધિત ચર્ચા કરશે અને 2047 સુધી વિકસિત ભારતની બ્લૂપ્રિન્ટનું પ્રદર્શન કરશે. જેપી નડ્ડા ઉદ્ઘાટન ભાષણ આપશે અને આગામી દિવસ વડાપ્રધાનના સંબોધન સાથે બેઠક પૂર્ણ થશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎