:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

ટ્રમ્પને અધધ.. 29000 કરોડનો દંડ : છેતરપિંડી કરીને રિયલ એસ્ટેટ સામ્રાજ્ય બનાવ્યું

top-news
  • 17 Feb, 2024

અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જઈ રહી છે. હવે અમેરિકન પૂર્વ પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સિવિલ ફ્રોડ કેસમાં  મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ન્યૂયોર્કની એક કોર્ટે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટો દંડ ફટકાર્યો છે. 

કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન વિરુદ્ધ કાર્યવાહી કરીને લગભગ 355 મિલિયન અમેરિકન ડૉલર એટલે કે 29.46 હજાર કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે દંડની રકમ પર લાખો ડોલરનું વ્યાજ પણ ચૂકવવું પડશે. આ સિવાય કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્ક કોર્પોરેશનમાં અધિકારી કે ડિરેક્ટર તરીકે કામ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

કોર્ટે કહ્યું છે કે પૂર્વ પ્રમુખ રાજ્યની અન્ય કોઈ કાનૂની સંસ્થાઓમાં ત્રણ વર્ષ સુધી કોઈ પણ પદ પર રહી શક્શે નહીં તેમજ કોઈપણ રજિસ્ટર્ડ કંપની માટે કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી લોન માટે અરજી કરી શક્શે નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે 'ડોનાલ્ડ ટ્રમ્પે છેતરપિંડી કરી છે અને તેમની કંપનીઓની સંપત્તિના મૂલ્યમાં અતિશયોક્તિ કરી છે.' મેનહટન કોર્ટના આ 90 પાનાના નિર્ણયને કારણે ડોનાલ્ડ ટ્રમ્પનું રિયલ એસ્ટેટ સામ્રાજ્ય જોખમમાં છે. ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી લગભગ ત્રણ મહિનાથી કોર્ટમાં ચાલી રહી હતી

પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુત્રો પર બેંકો અને વીમા કંપનીઓ સહિત અન્યો સાથે છેતરપિંડી કરીને વિશાળ રિયલ એસ્ટેટ સામ્રાજ્ય બનાવવાનો આરોપ છે. આ ઉપરાંત ટ્રમ્પ અને તેમના પુત્રો પર તેમની સંપત્તિને નફો કરવા માટે અતિશયોક્તિ કરવાનો પણ આરોપ છે. જોકે, ટ્રમ્પ અને તેમના પુત્રોએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. પૂર્વ અમેરિકી પ્રમુખે આ મામલાને તેમની સાથે છેતરપિંડી ગણાવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎