:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજ્યસભા માટે ભાજપે જાહેર કરી યાદી : ગુજરાતમાં 4 અને મહારાષ્ટ્ર માંથી 3 ઉમેદવાર...

top-news
  • 14 Feb, 2024

ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં જેપી નડ્ડા સાથે ગોવિંદભાઈ ધોળકિયા અને મયંકભાઈ નાયકનો સમાવેશ થાય છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના 3 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. ગુજરાતની ચાર બેઠકો પર ભાજપે રાજ્ય સભાના ઉમેદવારોના નામની જાહેરત કરી દીધી છે. આવતીકાલે ઉમેદવારી ભરવાનો આખરી દિવસ હતો ત્યારે ભાજપે સસ્પેન્શ પરથી પડદો ઉઠાવી દીધો છે.

ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં, ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જે. પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર થયા છે તે સાથે-સાથે બીજેપી ઓબીસી મોરચાના મયંક નાયક, જસવંતસિંહ પરમાર, અને ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત કરી દીધી છે.

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે. ભાજપે તેમને મહારાષ્ટ્રમાંથી જ સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર ક્વોટામાંથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી અને અજીત ગોપચાડે ને  ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎