:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો : અશોકરાવ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા ...

top-news
  • 13 Feb, 2024

લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. કટેલાય નેતાઓ એ પોતાની જૂની પાર્ટી છોડીને અન્ય પાર્ટીનું સભ્યપદ સ્વીકારી લીધું એવામાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોકરાવ ચવ્હાણ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા છે. તે આજે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. સોમવારે અશોકરાવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

આ દરમિયાન એવા પણ કેટલાક અહેવાલ છે કે જો અશોક ચવ્હાણને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. અશોક ચવ્હાણ સાથે કોંગ્રેસના અન્ય કેટલાક ધારાસભ્યો પણ પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા હોવા તેવા પણ સંકેત છે. 

28મી ઓક્ટોબર 1958માં જન્મેલા અશોકરાવ ચવ્હાણને રાજકીય વારસો તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પાસેથી મળ્યો હતો. અશોક ચવ્હાણ 8મી ડિસેમ્બર 2008થી 9મી નવેમ્બર 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેમણે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

અશોકરાવ ચવ્હાણ વિલાસરાવ દેશમુખની સરકારમાં સાંસ્કૃતિક બાબતો, ઉદ્યોગ, ખાણ અને પ્રોટોકોલ મંત્રી હતા. તેઓ 2019માં નાંદેડ જિલ્લાની ભોકર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2010માં મુંબઈમાં આદર્શ હાઉસિંગ કૌભાંડમાં અશોકરાવની કથિત સંડોવણીને લઈને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તે બે વખત સાંસદ અને ચાર વખતના ધારાસભ્ય રહી ચુક્યા છે અને 2015થી 2019 સુધી મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. 1987માં પહેલીવાર લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં તે બીજી વખત સાંસદ બન્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎