:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

JEE MAIN( સેશન-1)નું પરિણામ જાહેર : દેશભરમાંથી 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

top-news
  • 13 Feb, 2024

 દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા વર્ષ દરમ્યાન બે વખત લેવામાં આવતી હોય છે. અને બે પરીક્ષા માંથી જેનું રિઝલ્ટ હાઇ હોય તેને ઍન્જિનિયરીગ ના પ્રવેશ માટે માન્ય ગણવામાં આવતું  હોય છે. હાલમાં સેશન 1 (BE-BTech)નું પરિણામ જાહેર થયું છે.

જે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર જઈને તેમનું પરિણામ અને રિઝલ્ટ ચેક કરી શકે છે.  અગાઉ સોમવારે આન્સર કી જાહેર કરવામાં આવી હતી.જેઈઈ મેઈન રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરવાનો રહેશે. જેઈઈ મેન્સ 2024ના બંને પેપર માટે કુલ 12,31,874 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.

તેમાંથી 11,70,036 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપી હતી. જેઈઈ મેઇન 2024 સેશન એકની પરીક્ષા 2024ની 24, 27, 29, 30, 31 જાન્યુઆરીએ અને પહેલી ફેબ્રુઆરીએ દેશના 291 શહેરોમાં લગભગ 544 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષાના પ્રોવિઝનલ અને ફાઈનલ બંને આન્સર કી પણ રિલીઝ કરવામાં આવી છે. ફાઈનલ આન્સર કી રિઝલન્ટ જાહેર થવાના થોડા કલાકો પહેલા જ જાહેર કરવામાં આવી છે.

JEE મેન્સ પરીક્ષા 2024ની ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ jeemain.nta.ac.in પર જાઓ.અહીં હોમપેજ પર એક લિંક આપવામાં આવેલ હશે તેના પર લખેલું હશે – JEE Main Session 2024 Final Answer key તેના પર ક્લિક કરો. આમ કરતાની સાથે જે એક એક્સટર્નલ વેબસાઇટ પર મોકલવામાં આવશે.અહીં તમારો ઈમેલ આઈડી, પાસવર્ડ, જન્મતારીખ અને રજીસ્ટ્રેશન નંબર વગેરે માહિતી માંગવામાં આવી છે તે દાખલ કરીને અહીં લોગિન કરો.પછી તમારૂ રિઝલ્ટ કોમ્પ્યુટર સ્ક્રીન પર જોવા મળશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎