સામે આવ્યો શાનદાર ફર્સ્ટ લુક, ફરીવાર સિંઘમ બની મોટા પડદા પર ગર્જના કરશે અજય દેવગણ
- 21 Nov, 2023
ફિલ્મ રસિકો આતુરતાથી અજય દેવગણની ફિલ્મ ‘સિંઘમ અગેન’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાંથી અનેક સેલેબ્સનો લુક સામે આવ્યો છે અને હવે અજય દેવગણનો પણ લુક સામે આવ્યો છે. ફેન્સ આતુરતાથી ફિલ્મ ‘સિંઘમ અગેન’માં અજય દેવગણના લુકની રાહ જોઈ રહ્યા હતા.
રોહિત શેટ્ટીએ ફિલ્મ ‘સિંઘમ અગેન’માં અજય દેવગણનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. રોહિત શેટ્ટીએ અજય દેવગણનો ફર્સ્ટ લુક શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘શેર આતંક મચાતા હૈ ઔર જખ્મી શેર તબાહી. બધાનો ફેવરિટ પોલીસમેન- બાજીરાવ સિંઘમ ફરી એકવાર આવી ગયો છે.
સિંઘમ અગેન.’ આ પોસ્ટરમાં અજય દેવગણ સિંઘમ અવતારમાં જોવા મળી રહ્યા છે અને તેમની સાથે સિંહની ઝલક પણ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે અન્ય બોલીવુડ સેલેબ્સ પણ જોવા મળશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ