:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સલમાન ખાન પર હુમલો કરવાનો મામલો: એક્ટરને AK-47થી મારવાનો હતો પ્લાન, લોરેન્સ ગેંગના 4 શૂટરની મુંબઈથી ધરપકડ

top-news
  • 01 Jun, 2024

ફિલ્મ એક્ટર સલમાન ખાન પર હુમલો કરવાની કોશિશને મુંબઈ પોલીસે નિષ્ફળ કરી દીધી છે. નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચાર લોકો પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતાં. આ માટે પાકિસ્તાની હથિયાર સપ્લાયર પાસેથી હથિયાર મંગાવવાની યોજના હતી. 

ધરપકડ કરવામાં આવેલા ચારેય આરોપી લોરેન્સ બિશ્નોઈ ગેંગના મેમ્બર છે. તેમણે ફાર્મ હાઉસ અને ઘણા શૂટિંગ સ્થળોની રેકી કરી હતી. તેમને સલમાન ખાન પર એકે-47 સહિતના અન્ય હથિયારોથી ફાયરિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસને ઘણા વીડિયો આરોપીના મોબાઈલમાંથી મળ્યા છે. 

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નહવી, વાસપી ખાન ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે થઈ છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા, ગોલ્ડી બરાર સહિત 17 લોકોની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને આગળની તપાસ ચાલુ છે. 

પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે અજય કશ્યપ પાકિસ્તાનમાં ડોગા નામક એક વ્યક્તિનાં સંપર્કમાં હતો, જે એમ-16, એકે-47 અને એકે-92ને ખરીદવાનું કામ કરતો હતો. એફઆઈઆરમાં પણ આ વાત કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 14 એપ્રિલે સલમાનના ઘરે લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા બે શૂટરોએ ફાયરિંગ કર્યું હતું. સવારમાં બે અજાણ્યા વ્યક્તિઓએ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઈકથી આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા.

બંનેએ હેલ્મેટ પહેર્યું હતું, તેના પગલે તેમની ઓળખ થઈ શકી નહોતી. સલમાનના એપાર્ટમેન્ટની બહાર તે ગોળીઓના નિશાન પણ મળ્યા છે. એક ગોળી તેમની બાલકનીને નેટને ચીરીને નીકળી ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ આ ઘટનાની જવાબદારી લીધી હતી. તે પછીથી શૂટરોની કરવામાં આવેલી પૂછપરછમાં પણ બંનેએ લોરેન્સ ગેંગ પાસેથી જ આ કામ માટે સોપારી મળવાની વાતને કબુલી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બિશ્નોઈ બંધુઓને આ કેસમાં આરોપી બનાવ્યા અને હવે તે લોરેન્સની પૂછપરછની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.