:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

અક્ષય કુમારે કર્યું પ્રથમ વખત મતદાન: દેશની નાગરિકતા મળ્યા બાદ પહેલીવાર આપ્યો મત અને કરી જનતાને પણ અપીલ..

top-news
  • 20 May, 2024

આજે દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ના 5મા તબક્કામાંનું મતદાન થઈ રહ્યું છે. જેમાં  8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો માટે જનતા તેમના પ્રતિનિધિની નિમણૂક કરવા આતુર જણાઈ રહયા છે. પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 3 અને ઓડિશાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સાથે જ આ તબક્કામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક-એક સીટ પર મતદાન થઈ રહ્યું છે.

દરમિયાનમાં આજે મહારાષ્ટ્રમાં મતદાન થઈ રહ્યું હોવાથી બોલિવૂડની જાણીતી અનેક ખ્યાતનામ હસ્તીઓએ  પણ  પોતાનો મત નોંધાવ્યો અને જાહેર જનતાને પણ મત આપવા અપીલ કરી છે. જેમાં  ઇન્ડસ્ટ્રીના ખેલાડીએ દેશમાં પહેલી વખત મતદાન કર્યું છે. સવારે ૭ વાગ્યે એક્ટર અક્ષય કુમાર પોતાનો મત આપવા માટે મુંબઈના ગાંધી ગ્રામ મતદાન મથકે પહોંચ્યો હતો. ભારતીય નાગરિકતા મળ્યા બાદ એક્ટરે પ્રથમ વખત પોતાનો મત આપ્યો. એક્ટરને ગત વર્ષે 15 ઓગસ્ટે ભારતીય નાગરિકતા મળી હતી.હા, ભારતીય નાગરિકતા મળ્યા બાદ પ્રથમ વખત મતદાન કરવા અંગે અક્ષય કુમારે કહ્યું કે,' હું ઈચ્છું છું કે ભારત વિકસિત અને મજબૂત રહે. મારો મત આના પર આધારિત છે. પહેલી વખત મતદાન કરીને મને ખુજ સારું લાગ્યું.. 



આ પાંચમા તબક્કાના મતદાનમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. જેમાં જાહન્વી કપૂર, રાજકુમાર રાવ, તબ્બુ, ફરહાન અને ઝોયા અખ્તર સહિત ઘણા સેલેબ્સ પણ મતદાન કરવા માટે પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા.અભિનેતા પરેશ રાવલ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો મતદાન કરવા આવતા નથી અને પછી કહે છે કે સરકારે કંઈ કર્યું નથી. જો તમે વોટ નહીં આપો તો તમે જવાબદાર છો, સરકાર નહીં. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો વોટ નહીં કરે તેમને સજા થવી જોઈએ, તેમના ટેક્સમાં વધારો થવો જોઈએ.'દંગલ' ફેમ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ પણ પોતાનો મત આપ્યો હતો. તારક મહેતા ફેમ આસિત મોદી પણ વોટ આપવા પહોંચ્યા હતા. 

મહારાષ્ટ્રમાં આજે ભિવંડી, ડિંડોરી, ધુલે, નાસિક, પાલઘર, કલ્યાણ, થાણે, મુંબઈ નોર્થ, મુંબઈ નોર્થ-વેસ્ટ, મુંબઈ નોર્થ ઈસ્ટ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ અને મુંબઈ સાઉથની લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. મુંબઈમાં લોકસભાની 6 બેઠકો છે. આ તમામ બેઠકો પર મતદાન થવાનું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ભારતી પવાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે અને ઉજ્જવલ નિકમ જેવા દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે.

આ સિવાય 5મા તબક્કાની આ ચૂંટણીમાં રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઓમર અબ્દુલ્લા, ચિરાગ પાસવાન અને રાજીવ પ્રતાપ રૂડી પણ સામેલ છે. આ સિવાય આરજેડીની રોહિણી આચાર્યના ભાવિનો પણ આજે નિર્ણય થવાનો છે. રાયબરેલી બેઠક પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌ સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎