"મિસ્ટર એન્ડ મિસિસ માહી"નું ટ્રેલર રીલીઝ : ક્રિકેટ-રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે ફરી એકવાર જાન્હવી કપૂર ધૂમ મચાવશે
- 13 May, 2024
આ વર્ષ 2024ની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ નું ટ્રેલર ફિલ્મના નિર્માતાઓ દ્વારા તાજેતરમાં જ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની જોડી સિનેમાધરોમાં ધમાલ મચાવવા માટે સજ્જ છે. બોક્સ ઓફિસ પર રાજકુમાર રાવ ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના નિર્માતાઓને એવી આશા છે કે આ જોડી હીટ સાબિત થશે અને એની સાથે સાથે આ ફિલ્મ પુષ્કળ કમાણી કરશે, હાલમાં ટ્રેલર નિહાળ્યા બાદ દર્શકોમાં આ ફિલ્મની રિલીઝ ડેટને લઈને ભારે ઉત્સુકતા લઈને જોવા મળી રહી છે
‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ મુવી ટ્રેલર જોયા પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. ફિલમ ની વાર્તા મુજબ આ ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં રાજકુમાર રાવ (માહી) અને રાજકુમાર રાવ(માહી) પતિ-પત્નીના રોલમાં છે અને બંનેને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. પરંતુ સંજોગોવશાત રાજકુમાર રાવનું ક્રિકેટર બનવાનું સપનું અધુરૂં રહી જતા તે પોતાની પત્ની જ્હાન્વી કપૂરને ક્રિકેટર બનાવવા માંગે છે. જે માટે માહીને કેટલો સંઘર્ષ કરવો પડે છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.
રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’, જેનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે, તેનું નિર્માણ ઝી સ્ટુડિયો અને ધર્મા પ્રોડક્શન્સ હેઠળ કરવામાં આવ્યું છે. અગાઉ આ ફિલ્મ પહેલા 15 માર્ચે રિલીઝ થવાની હતી. પરંતુ હવે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ 31 મેના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ પહેલા રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર ફિલ્મ ‘રૂહી’માં સાથે જોવા મળ્યા હતા. તેમની આ જોડી દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ