મેટ ગાલામાં મોના પટેલનો જાદુ છવાયો : ફેશન જગતની આ પ્રસિદ્ધ ઇવેન્ટનું આયોજન દર વર્ષએ મે મહિનાના પહેલા સોમવારે થાય છે
- 08 May, 2024
ફેશન જગતની આ પ્રસિદ્ધ ઇવેન્ટ મેટ ગાલામાં ભારતીય સુંદરીઓએ તેમના ગ્લેમરસ દેખાવ ઉપરાંત સ્ટાઇલ સ્ટેટમેન્ટથી હલચલ મચાવી હતી. જેમાં અભિનેત્રી હોય કે બિઝનેસ વુમન, દરેકની સુંદરતા જોવા જેવી હતી. ભારતીય માનુનીઓએ વિદેશી ધરતી પર પોતાના દેખાવ અને સ્ટાઈલથી ગ્લેમરની દુનિયાને આંજી દીધા હતા, સૌ કોઈ ગુજરાતની સૌથી ચર્ચિત ફેશન ઉદ્યોગસાહસિકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ફેશન જગતની આ ઇવેન્ટનું આયોજન દર વર્ષએ મે મહિનાના પહેલા સોમવારે થતું હોય છે, જે ‘MET MONDAY’તરીકે ઓળખાય છે. અહીં લોકો બોલિવૂડ અભિનેત્રીના લુકની રાહ જોઇ રહ્યા હતા અને કેટલાક લોકો કઇ બિઝનેસ વુમન એન્ટ્રી લેશે તે જાણવા ઉત્સાહિત હતા. એ સમયે ગૂજરાતી મોના પટેલની એન્ટ્રી થઇ હતી. આલિયા ભટ્ટ અને ઇશા અંબાણીની જેમ તે પણ મેટ ગાલામાં છવાઇ ગઇ હતી.મોના પટેલ વ્હાઈટ કાર્પેટ પર આવતા જ સૌ કોઈ દંગ રહી ગયા હતા.
ગુજરાતના વડોદરામાં રહેલી મોના પટેલ એક ભારતીય ફેશન એન્ટરપ્રિન્યોર, ઈનવેસ્ટર છે. મોનાએ પોતાનું સપનું પૂરું કરવા માટે દેશ છોડી દીધો હતો વધુમાં મોનાએ રટગર્સ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાની ઉંમરે યુએસ ગયા હતા અને અંતે 2003 માં ત્યાં જ સ્થાયી થયા હતા. તેમણે ઉદ્યોગસાહસિક તરીકેની કારકિર્દી બનાવી છે. ધીમે ધીમે તેમણે એક મિલિયન ડોલરનું સામ્રાજ્ય બનાવી દીધું છે.
આ ઇવેન્ટ પહેરવા માટે, મોનાએ ઓફ વ્હાઇટ અને ગોલ્ડન રંગનો મિકેનિકલ બટરફ્લાય ડ્રેસ સ્ટાઈલ કર્યો હતો. જેને આઇરિસ વાન હર્પેન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ આઉટફિટ મેટ ગાલાની આ વર્ષની થીમ સાથે સારી રીતે મેચ થતો હતો. આ ડ્રેસની સૌથી ખાસ વાત કે જેણે દરેકનું દિલ જીતી લીધું તે મોનાના હાથ પરની બટરફ્લાય છે જેને કેસી કુરન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ બટરફ્લાઈ મશીનની મદદથી ફરતું જોવા મળે છે.ગાઉનને યુનિક લુક આપવા માટે, તેમાં ફ્લેયર્ડ લૉન્ગ ટેલ લગાવવામાં આવી છે, જેનાથી તે પ્રિન્સેસ ગાઉન જેવો દેખાય છે. સાથે જ આગળના ભાગમાં યૂ ડિઝાઇન કટ આપવામાં આવ્યો છે. આ ગાઉન વધુ આકર્ષક લાગે છે.
મેટ ગાલા શો દર વર્ષે ન્યૂયોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટની કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાય છે. ન્યુયોર્ક સિટીમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટને સમર્થન આપવા માટે આ એક ચેરિટેબલ ફેશન શો છે. આ ઈવેન્ટની શરૂઆત 1948માં સોસાયટી મિડનાઈટ સપર તરીકે થઈ હતી. પરંતુ આજે તે આખી દુનિયામાં જાણીતી થઈ ગઈ છે. આ ઈવેન્ટમાં દુનિયાભરના સેલેબ્સ ભાગ લે છે. આ દરમિયાન સેલેબ્સની અનોખી ફેશન પણ જોવા મળે છે. મેટ ગાલાની દર વર્ષની થીમ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ સાથે સંકળાયેલા લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે. દર વર્ષે તેની પેનલ મીટિંગ થાય છે જેમાં થીમ શું હોવી જોઈએ તે નક્કી કરવામાં આવે છે. જેમ કે આ વર્ષની થીમ સ્લીપિંગ બ્યુટીઝઃ રીવેકનિંગ ફેશન હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ