:
Breaking News
તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો.

'પુષ્પા 2'નું પહેલું સોંગ 6 ભાષાઓમાં રિલીઝ : ગીતના સ્ટેપ્સ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહયા છે

top-news
  • 02 May, 2024

બૉલીવુડના સુપર સ્ટાર અલ્લુ અર્જુન ફરી એક વાર ધૂમ મચાવવા આવી ગયા છે. તેમની આવનાર ફિલ્મ  'પુષ્પા 2'નું પહેલું ગીત 'નિર્માતાઓએ રીલીઝ કર્યું છે. જેના લિરિક્સ "પુષ્પા પુષ્પા' રિલીઝ થતાંની સાથે જ ધૂમ મચાવી રહ્યા છે. આ ગીત 6 ભાષાઓમાં રિલીઝ થયું છે. આ ગીત રીલીઝ થતાં સાથે જ દેશભરમાં અલ્લુનો  પોતાનો જાદુ ફરીથી ચલાવવા લાગ્યો. આ સોંગ માં તેની  દમદાર ઝલક જોઈ શકાય છે. ઉપરાંત આ ગીત ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.

1 મે ​​સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય લેબર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નિર્માતાઓએ બહુ ચર્ચિત ફિલ્મ 'પુષ્પા 2'નું પહેલું ગીત રિલીઝ કર્યું છે. આ ગીતનું નામ 'પુષ્પા પુષ્પા' છે. પુષ્પાની સ્ટોરી એક સામાન્ય કામદાર માણસની છે, જેણે 'પુષ્પા ધ રાઇઝ' દ્વારા સિલ્વર સ્ક્રીન દ્વારા દરેકના દિલ પર રાજ કર્યું છે. હવે પુષ્પા ફરી એકવાર બધાને એન્ટરટેઈન માટે કમબેક કરવા તૈયાર છે. આ ગીતમાં કેટલાક સ્ટેપ્સ પણ છે જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

ચાય સ્ટેપ- વાસ્તવમાં લોકો આ ફિલ્મના હૂક સ્ટેપને પણ પસંદ કરી રહ્યા છે. પરંતુ ગીતના વીડિયોમાં એક સીન છે, જ્યાં અલ્લુ અર્જુન ચાનો ગ્લાસ લે છે અને તેને 360 ડિગ્રી ફેરવીને ડાન્સ કરે છે. તેની આ સ્ટાઇલની ચાઈ સ્ટેપના નામથી વાઇરલ થઈ રહી છે.

ફોન સ્ટેપ- ગીતમાં એક બીજો સીન છે, જેમાં તે ડાન્સ કરી રહ્યો છે અને ફોન ઉપાડીને કહે છે, “લાઈન પર હૈ.” આમ કહીને તેણે પોતાનો ડાન્સ ચાલુ રાખે છે. લોકો તેમની આ સ્ટાઇલને પણ પસંદ કરી રહ્યા છે.

શૂ ડ્રોપ સ્ટેપ- અલ્લુ અર્જુન જે રીતે પોતાના પગ જમીન પર મૂકે છે અને કારમાંથી નીચે ઉતરે છે, અલ્લુ અર્જુનના ફેન્સને પણ આ બધી સ્ટાઇલ પસંદ આવી રહી છે. લોકો તેમના આ સ્ટેપને શૂ ડ્રોપ સ્ટેપ કહી રહ્યા છે.

 વિડીયો પુષ્પા બ્રાન્ડની તાકાત દર્શાવે છે, જેનો સંકેત ગયા અઠવાડિયે 'હેન્ડ ઓફ પુષ્પા' ટીઝરમાં આપવામાં આવ્યો હતો. જે પ્રેક્ષકોને ઉત્તેજિત કરતું હતું. આ ગીત રિલીઝ થતાની સાથે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પુષ્પાનો દબદબો વધુ મજબૂત બન્યો છે. આઇકોન સ્ટાર અલ્લુ અર્જુને ફરી એકવાર બતાવ્યું છે કે શા માટે તે દેશની દરેક ભાષા અને સરહદ પારના લોકોનો પ્રિય સ્ટાર છે અને આપણા દિલ અને દિમાગ પર રાજ કરી રહ્યો છે. 'પુષ્પાઃ ધ રાઇઝ'ના સંગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર મ્યુઝિક ડિરેક્ટર દેવી શ્રી પ્રસાદે ફરી એકવાર એક દમદાર ગીત બનાવ્યું છે જે હૃદયને સ્પર્શી જાય તેવું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/dloE5