શ્રદ્ધા કપૂર કહે છે - સેલ્ફકૅર મારી પ્રાથમિકતા: સરસ મજાની ઊંઘ માટે પ્રયન્તશીલ ...
- 01 May, 2024
બૉલીવુડમાં અભિનેતા અને અભિનેત્રીઓ પોતાના લુકને લઈને કાયમ સજાગ હોય છે, જે માટે તેઓ હમેશા પ્રયનતશીલ હોય છે. રોજ બરોજના છાપામાં તેમનો વર્ક આઉટ કરતાં ફોટા કે વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા હોય છે. એવામાં હાલમાં બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાની દિન ચર્યા અંગે વાતચીત કરી હતી ,તેણીના જીવનની પ્રાથમિકતા અંગે જાણકારી મેળવીએ ...
છેલ્લા 11 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેલી શ્રદ્ધા કપૂરે તાજેતરમાં કહ્યું કે તે હવે સેલ્ફકૅરને પ્રાથમિકતા આપે છે. તેણે જણાવ્યું કે તે જ્યારે મેડીટેશન કરે છે ત્યારે તે જાણે પોતાની જાત સાથે સંપર્કમાં હોવાનું અને વધુ એકાગ્ર હોવાનો અનુભવ કરે છે.
શ્રદ્ધા કપુરે જણાવ્યું હતું કે, તે બને તેટલું વધારે પોતાની જાતને પ્રાથમિકતા આપે છે. તેણે કહ્યું કે, થોડાં વખતથી જ તે ઊંઘનું મહત્વ સમજી શકી છે. એટલે તે ક્વૉલિટી સ્લીપ લેવાનો પ્રયન્ત કરી રહી છે , હવે તે મેડીટેશનની સાથે ઊંડા ધ્યાનમાં કલાકો સુધી બેસી રહેવાનો અભ્યાસ પણ કરે છે . તેને જ્યારે અને જેટલો સમય મળે ત્યારે તે મેડીટેશન કરે છે.
શ્રદ્ધાએ વધુમાં જણાવ્યું કે, હું એવી નથી કે આખું વર્ષ નિયમિત રીતે કરતી રહું પરંતુ હું હવે તને મારું રુટિન બનાવવાના પ્રયત્ન કરું છું. જ્યારે હું મેડીટેટ કરું એ દિવસ ઘણો અલગ હોય છે. હું મારી જાતના સંપર્કમાં હોઉં અને વધુ એકાગ્ર હોઉં તેવું અનુભવું છું.
શ્રદ્ધાએ તેના મોર્નિંગ રુટિન વિશે પણ વાત કરી હતી, જેમાં યોગા, ફેસ ક્લીન કરવો અને મોશ્ચ્યુરાઈઝર તેમજ સનસ્ક્રીન લગાવવાનો સમાવેશ થાય છે.શ્રદ્ધાએ જણાવ્યું કે, હાલમાં હું સારી ક્વૉલિટી સ્લીપ લેવી ટ્રાય કરું છું, હું મેડીટેટ કરું અને પછી યોગા કરું છું, આ રાતી મારો દિવસ શરૂ થાય છે. જો કે, શ્રદ્ધાએ જણાવ્યું હતું કે તેના કામને કારણે તે દરરોજ આવું કરી શકતી નથી. શ્રદ્ધાએ કહ્યું કે, મારા કામને કારણે હું એક જ રૂટીનનું દરરોજ પાલન કરી શકતી નથી પરંતુ મોશ્ચ્યુરાઇઝિંગ અને સનસ્ક્રીન તો ફરજિયાતપણે મારા દરરોજનાં રૂટીનનો ભાગ છે.
શ્રદ્ધા કપુર છેલ્લે 2023ની ફિલ્મ તું જુઠી મેં મક્કારમાં રનબીર કપુર સાથે જોવા મળી હતી, હવે તેની સ્ત્રી 2 આવી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ