:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

IPL કૌભાંડ પર બનશે ફિલ્મ : જયપ્રદ દેસાઈ નકલી કૌભાંડને અનોખી રીતે દર્શાવશે ...

top-news
  • 30 Apr, 2024

ક્રિકેટ સમગ્ર વિશ્વની લોકપ્રિય રમત  છે. એમાંય આઈપીએલે  તો સૌથી વધુ નામના મેળવી છે.તેથી આઇપીએલ પર કોઇ નિર્માતા ફિલ્મ બનાવે તો એમાં કોઈ નવાઈ પામવા જેવી વાત નથી. નિર્માતાઓ એવી કોઈ વાર્તાની શોધમાં હોય છે કે જે દર્શકોને પસંદ આવે ,એટલે જ હાલ માં ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલ કૌભાંડ પર હવે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં આઈપીએલના કૌંભાડ વિશે માહિતી દેખાડવામાં આવશે.

લેખક ફરાઝ એહસાનની બુક ફર્સ્ટ કોપીએ ક્રિકેટની સૌથી મશહુર ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચાલતા સટ્ટાને સંપૂર્ણ દેખાડશે. આ સમગ્ર કેસમાં ગુજરાતનું કનેક્શન પણ જોવા મળશે. તેના પુસ્તકમાં નકલી આઈપીએલની સ્ટોરી છે, આ એક એવો કિસ્સો બન્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથેની મિલીભગત પણ સામે આવી છે. હવે આ પુસ્તક પર ફિલ્મ બનવા જઈ રહી છે. નિર્માતા લેખક અને દિગ્દર્શક જયપ્રદ દેસાઈએ ફરાઝ એહસાનના પુસ્તક ‘ફર્સ્ટ કોપી’ પર ફિલ્મ બનાવવાનું કામ હાથમાં લીધું છે.

તેમણે ફિલ્મ કોણ છે પ્રવીણ તાંબે ? થી ચર્ચામાં આવ્યો જયપ્રદની વેબ સીરિઝ મુખબિર પણ ખુબ ચર્ચામાં રહી હતી. તેમની વધુ એક ફિલ્મ ફિર આઈ હસીન દિલરુબા ટુંક સમયમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.સૂત્રોનું કહેવું છે કે, જયપ્રદની આ ફિલ્મ નકલી IPL કૌભાંડની રોમાંચક સ્ટોરીને અનોખી રીતે જણાવશે. આ કૌભાંડને ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડ તરીકે યાદ કરવામાં આવે છે.

જાણકારી મુજબ જયપ્રદ દેસાઈની નકલી આઈપીએલ કૌભાંડ પર બનવા જઈ રહેલી આ ફિલ્મની સ્ટોરી હુસૈન દલાલ અને અબ્બાસ દલાલે સાથે મળીને લખી છે. આ બંન્ને ભાઈ બોલિવુડમાં 2 સ્ટ્રેટ્સ , યે જવાની હૈ દિવાની અને બ્રહમાસ્ત્ર જેવી ફિલ્મ લખવા માટે જાણીતો છે. બંનેએ એમેઝોન પ્રાઇમ વિડિયો સિરીઝ ‘ફર્ઝી’ પણ લખી છે. ભુવન બામની સીરિઝ ‘તાજા ખબર’માં પણ આ બંનેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.નકલી આઈપીએલ કૌભાંડ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ટુંક સમયમાં શરુ થશે. જેના નિર્માતા આ ફિલ્મને આવતા વર્ષ રિલીઝ કરવાની યોજના છે. બોલિવુડના એક મોટા હીરોને ફિલ્મમાં લીડ રોલ કરવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎