સલમાનના ઘર પર થયેલા ફાયરિંગના હથિયાર મળ્યા : તાપી નદીમાંથી બે પિસ્તોલ અને 13 કારતૂસ શોધી કાઢી ...
- 23 Apr, 2024
મુંબઈ ક્રાઈમ બ્રાંચે સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગના હથિયારોની શોધ કરી લીધી છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ આ કેસના તપાસમાં જોડાયેલી હતી . આ ટીમે તાપી નદીમાંથી એક પિસ્તોલ અને 13 જેટલી કારતૂસ શોધી કાઢી છે. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે આ એજ હથિયાર છે, જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાનના ઘર પર થયેલા હુમલામાં કરવામાં આવ્યો હતો.
મુંબઈના બાન્દ્રામાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરનારા લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે સાગરીતોની પોલીસે ભુજથી ધરપકડ કરી હતી. ત્યારબાદ સોમવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સુરતના અશ્વનીકુમાર રેલવે બ્રિજ ઉપરથી તાપી નદીમાં ફેંકેલી પિસ્તોલ શોધવા પોતાની ટીમ અને મરજીવાઓ પહોંચી હતી. જોકે, મોડીસાંજ સુધી કશું હાથ લાગ્યું નહોતું. પરંતુ આજે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.ક્રાઇમ બ્રાન્ચને તાપી નદી માંથી પિસ્તોલ - 2, મેગઝીન - 3 અને કારતૂસ - 13 મળી આવ્યા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના બાન્દ્રામાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરનારા લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે સાગરીતો વિક્કી ગુપ્તા અને સાગર પાલને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કચ્છ ખાતેથી ઝડપી લીધા બાદ પુછપરછ કરતા બંનેએ ફાયરીંગ માટે જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તે મુંબઈથી કચ્છ જતી વેળા સુરતના અશ્વનીકુમાર રેલવે બ્રિજના રેલવે ટ્રેક પરથી તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. તેમની કબૂલાતના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટરે પોતાની ટીમ અને મરજીવાઓ લઈને સોમવારે સુરત થી આવ્યા હતા.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની મદદ મેળવી એક આરોપીને સાથે રાખી રેલવે બ્રિજ, તાપી નદી અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ નદીમાં તપાસ માટે મરજીવાઓને પણ પોતાની સાથે લાવી હતી. તેમણે તાપી નદીમાં કલાકો સુધી તપાસ કરી હતી.તપાસ દરમિયાન આ હથિયારો મળી આવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ