એક્શન-થ્રીલરમાં મિર્ઝાપુરને પણ ટક્કર મારનાર વેબ સિરીઝ: બે સીઝન પૂર્ણ કર્યા બાદ હવે ત્રીજા સિઝનની રાહે ..
- 16 Apr, 2024
હાલમાં વેબ સિરીઝની દુનિયામાં 'મિર્ઝાપુર' પુષ્કળ ચર્ચાસ્પદ બની છે. તેનું કારણ તે સિરીઝમાં જે રીજનલ ટચ છે, કલાકારોની સ્ક્રીન પ્રેઝેન્સ છે, એ દરેકનું દિલ જીતી લે છે. અત્યાર સુધી તેની 2 સિઝન આવી ચૂકી છે અને લોકો ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની આ સફળતાથી પ્રેરણા મેળવીને તેના જેવી હવે આવી ઘણી સિરીઝ આવી રહી છે જે મિર્ઝાપુરને પણ ટક્કર આપી શકે છે. 'મિર્ઝાપુર'ની જેમ પ્રાદેશિક ટચ અને ભાષા સાથે ગુંડાગીરીનો એવો જ અંદાજ તેમાં જોવા મળશે.
આ સિરીઝમાં ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડનો રીજનલ ટચ જોવા મળ્યો હતો. લીડ હીરોનો અંદાજ પણ ગામઠી હતો. બોલવાની રીત ભાત, અને અંદાજ પણ પ્રાદેશિક ભાષામાં હતો. તેની બીજી સિઝન 2022માં આવી હતી. આ સિરીઝનું નામ છે 'અપહરણ'. સિરીઝની બંને સિઝનમાં અરુણોદય સિંહે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ એક એક્શન-થ્રિલર સીરીઝ છે. આ સિરીઝનું નિર્દેશન સિદ્ધાર્થ સેનગુપ્તાએ કર્યું હતું. 'અપહરણ'ની બંને સિઝન કિડનેપિંગ પર આધારિત છે, જેમાં સસ્પેન્સ, થ્રિલર અને મિસ્ટ્રી જોવા મળે છે. તેની ભાષા શૈલી અને જબરદસ્ત ડાયલોગ્સથી ભરપૂર છે. Jio સિનેમા પર જોવા મળશે.
'અપહરણ'ની પહેલી સિઝનમાં 12 એપિસોડ હતા, જ્યારે બીજી સિઝનમાં 11 એપિસોડ હતા. પ્રથમ સિઝને 2018નાં સ્ટ્રીમિંગ એવોર્ડ્સમાં 4 કેટેગરીમાં એવોર્ડ્સ જીત્યા હતા. તેને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી હતી. ચાહકો તેની ત્રીજી સીઝનની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અરુણોદય સિંહના પાત્ર રુદ્ર શ્રીવાસ્તવને ફરીથી સ્ક્રીન પર જોવાની માંગ છે. એવી અપેક્ષા છે કે તેની ત્રીજી સિઝન પણ ટૂંક સમયમાં રિલીઝ થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ