:
Breaking News
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા. તિહાર જેલમાં ચોંકાવનારો ખુલાસો: 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતા ગભરાટ; તિહારમાં 10 હજાર કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ થયું. મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે.

પહેલીવાર ઈસ્લામિક દેશ "મિસ યુનિવર્સ" સ્પર્ધામાં લેશે ભાગ: રુમી મોડલ ,મિસ અરબ વર્લ્ડ પીસ-મિસ વૂમનનો ખિતાબ જીતી ચૂકી છે

top-news
  • 27 Mar, 2024

વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બનવા જઈ રહી છે કે જ્યારે કોઇ એક ઈસ્લામિક દેશ પોતાની મહિલા સ્પર્ધકને મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેવા માટે મજૂરી આપશે, . ખરેખર આ ખૂબજ પ્રેરણાદાયી વાત છે કે સાઉદી અરબે આ પહેલ કરી અને પહેલીવાર તેના દેશની મહિલા ઉમેદવારને મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભાગ લેવા માટે મંચ પર મોકલશે. 

આ મામલે માહિતી ખુદ રુમી અલકાહતાનીએ આપી છે જે મિસ યુનિવર્સ 2024ની સ્પર્ધામાં સાઉદી અરબનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે ઈતિહાસમાં આવું પહેલીવાર થશે જ્યારે મિસ યુનિવર્સના મંચ પર એક ઈસ્લામિક દેશ સાઉદી અરબનો ઝંડો જોવા મળશે. રુમી અલકાહતાની 27 વર્ષીય મોડલ છે જે સાઉદી અરબમાં રહી ચૂકી છે. આટલું જ નહીં મિસ અરબ વર્લ્ડ પીસ 2024 અને મિસ વૂમન પણ રુમી અલકાહાતાની જીતી ચૂકી છે. 

આ મામલે સોશિયલ મીડિયા પર રુમી અલકાહતાનીએ કહ્યું કે મિસ યુનિવર્સ 2024માં ભાગ લેવાથી હું ખુદને સન્માનિત મહેસૂસ કરી રહી છું. આટલું જ નહીં પણ તેમણે પોતાના અનેક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા જેમાં તે અતિ સુંદર લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે મેક્સિકોમાં મિસ યુનિવર્સ 2024નું આયોજન થશે. હાલ નિકારાગુઆની શેન્નિસ પલાસિયોસ મિસ યુનિવર્સ છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎