:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

'બિનાકા ગીતમાલા'ના ઉદ્ઘોષક અમીન સયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે,મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

top-news
  • 21 Feb, 2024

અમીન સયાની જેઓ ગોલ્ડન અવાજના માલિક હતા તેમનું આજે  દુખદ નિધન થયું છે. આ વાતની પુષ્ટી તેમના દિકરાએ કરી છે. અમીન સયાનીને  હાર્ટ એટેક આવતા 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. અમીન સયાનીના પુત્ર રઝીલ સયાનીએ તેમના અવસાનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે અમીન સયાનીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અમીન સયાની રસ્તામાં જ મૃત્યુ પામ્યા. તેમના જણાવ્યા મુજબ સયાનીને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા 

તે એક સમયના રેડિયો પ્રેજેન્ટર હતા અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ તેની ખાસ ઓળખ હતી. તેમના નિધનથી તેના ચાહકો પણ દુખી થયા છે. અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932ના રોજ મુંબઈમાં થયો હતો. અમીન સયાનીનો પરિચય તેમના ભાઈ હમીદ સયાની દ્વારા રેડિયોની દુનિયામાં કરાવ્યો હતો. તેમણે તેમની કારકિર્દીના પ્રથમ 10 વર્ષ અંગ્રેજી કાર્યક્રમો કર્યા. ઓલ ઈન્ડિયા રેડિયોને દરેક ઘરમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે.

અમીન સયાનીએ માત્ર પડદાં પર પોતાના અવાજથી લોકોનું મનોરંજન કર્યુ છે સાથે કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તે તીન દેવિયા, ભૂત બંગલા, કત્લ અને બોક્સર જેવી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળ્યા છે. આ ફિલ્મોમાં  તે શોના પ્રેજેન્ટર તરીકે રોલમાં જોવા મળ્યા હતા.

અમીન સયાનીએ પોતાના કરિયરમાં અનેક એવોર્ડ જીત્યા છે. તેમણે વર્ષ 2009માં પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમણે 1992માં લિમ્કા બુક ઓફ રેકોર્ડથી પર્સન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. તેમણે વર્ષ 1991માં ઈન્ડિયન સોસાયટી ઓફ એડવટાઈર્ઝ દ્વારા ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમીન રાજ કપૂરને સ્કૂલના સમયથી ઓળખતા હતા. આ સિવાય તે મુકેશને પણ ઓળખતા હતા. સિંગર મુકેશને તે સૌથી દયાળુ માણસ માનતા હતા. આ સિવાય સિંગર કિશોર કુમાર સાથે પણ સારું બોન્ડિંગ હતુ. અમીન સયાની ગાયકો સાથે વધુ સંકળાયેલા હતા કારણ કે તેઓ પોતે એક સમયે ગાયક બનવા માંગતા હતા. રેડિયો શ્રોતાઓ હજુ પણ 'બિનાકા ગીતમાલા'ના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી, જેઓ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને મધુર રીતે 'બહેનો અને ભાઈઓ' કહેતા હતા. આજે તેમણે દુનિયાને અલવિદા કહ્યું, તેમના નિધનના સમાચારે લોકોને દુઃખી કરી દીધા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎