:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

સૌંદર્ય સ્પર્ધાનું આયોજન 28 વર્ષ પછી ભારતમાં: શરૂઆત ભારત મંડપમથી અને Jio વર્લ્ડ કન્વેન્શનમાં સમાપન..

top-news
  • 20 Feb, 2024

71મી મિસ વર્લ્ડ સ્પર્ધાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિસ વર્લ્ડ 2024 સ્પર્ધા 20 ફેબ્રુઆરીથી ‘બ્યુટી વિથ અ પર્પઝ’ થીમ સાથે શરૂ થવા જઈ રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વખતે ભારત સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે.

ભારત લગભગ 28 વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ માટે વિશ્વના 120 દેશોમાંથી રાષ્ટ્રીય વિજેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. મિસ વર્લ્ડ 2024 સ્પર્ધા દિલ્હીથી શરૂ થશે અને 9 માર્ચ 2024ના રોજ મુંબઈમાં ફિનાલે યોજાશે.

મિસ વર્લ્ડ ટ્વિટરના ઓફિશિયલ X પેજ પર સૌંદર્ય સ્પર્ધાને લઈને એક અપડેટ શેર કરવામાં આવી છે. મિસ વર્લ્ડના અધ્યક્ષ જુલિયા મોર્લીનું નિવેદન શેર કરતા તેણે લખ્યું- અમે ગર્વથી ભારતને મિસ વર્લ્ડ 2024ના યજમાન તરીકે જાહેર કરીએ છીએ. મહિલા સશક્તિકરણ, વિવિધતા અને સૌંદર્યની ઉજવણીની રાહ જોઈ રહ્યા છીએ. આ અદ્ભુત પ્રવાસ શરૂ કરવા માટે તૈયાર થાઓ.

#MissWorldIndia #BeautyWithApurpose. રિપોર્ટ્સ અનુસાર, મિસ વર્લ્ડ 2024ની ફિનાલે 9 માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. જ્યારે તેની શરૂઆત 20 ફેબ્રુઆરીએ દિલ્હીના ભારત મંડપમથી થશે.મિસ વર્લ્ડના ઉદ્ઘાટન સમારોહનું 20મી ફેબ્રુઆરીની સાંજે Missworld.com પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.ત્યારબાદ 9મી માર્ચે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈમાં 71મી મિસ વર્લ્ડ ગ્લોબલ ફિનાલે યોજાશે

ભારતમાં વર્ષ 1966માં પહેલીવાર મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ બેંગ્લોરમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે 28 વર્ષ બાદ ફરી એકવાર ભારત મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ઘણાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.

1966માં પ્રથમ વખત રીટા ફારિયા પોવેલ  એ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ પછી ઘણી અભિનેત્રીઓએ આ ખિતાબ જીત્યો છે. આ યાદીમાં ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા અને માનુષી છિલ્લરના નામ પણ સામેલ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎