બાફ્ટા ફિલ્મ અવૉર્ડસ 2024 : રોયલ ફેસ્ટિવલ હોલમાં 'ઓપનહેઇમર'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ..
- 19 Feb, 2024
વિશ્વના 4 સૌથી મોટા અને પ્રખ્યાત એવોર્ડ્સમાંથી એક એવા BAFTA એવોર્ડ્સ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયા હતા. ગોલ્ડન ગ્લોબ્સની જેમ દુનિયાભરના સિનેમાપ્રેમીઓ પણ ઓસ્કાર પહેલા યોજાયેલા આ એવોર્ડ સમારોહની રાહ જોતાં હોય છે, અને આ વખતે બાફ્ટા ભારત માટે પણ ખાસ હતો, તેનું એક માત્ર કારણ કે અભિનેત્રી દીપિકા પાદુકોણ વિજેતાઓને એવોર્ડ આપનાર લિસ્ટમાં સામેલ હતી.
આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ 'ઓપેનહાઇમર' ઘણી લોકપ્રિય રહી હતી. ગોલ્ડન ગ્લોબ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ પછી,'ઓપનહેઇમર' એ બાફ્ટામાં સૌથી વધુ 7 એવોર્ડ જીત્યા છે. રોબર્ટ ડાઉનીને આ ફિલ્મ માટે બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો ખિતાબ મળ્યો છે. સિલિયન મર્ફીએ બેસ્ટ એક્ટર જીત્યો જ્યારે ક્રિસ્ટોફર નોલાને બેસ્ટ ડિરેક્ટર માટે તેમની કારકિર્દીનો પ્રથમ બાફ્ટા એવોર્ડ જીત્યો. 'ઓપનહેઇમર'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય ફિલ્મે બેસ્ટ એડિટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્કોરનો ખિતાબ પણ જીત્યો છે.
બાફ્ટા એવોર્ડ્સ 2024માં દીપિકા પાદુકોણ લોકો વચ્ચે ચર્ચાનું કારણ બની હતી. આ એવોર્ડમાં તેને ચમકદાર સાડી પહેરીને તેની સુંદરતા વડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ દુઆ લિપા અને ડેવિડ બેકહામ જેવી હસ્તીઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું. એક્ટ્રેસના આ લુકના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. દીપિકાએ સંપૂર્ણ મેક-અપ સાથે ભારતીય વેશભૂષા ધારણકરીને દેશને ગૌરવ અપાવ્યું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ