ફિલ્મ 'સિંગમ અગેઈન'માં દીપિકા પાદુકોણનો પોલીસ યુનિફોર્મમાં ફર્સ્ટ લૂક જાહેર

- 16 Oct, 2023
નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે. ચારેય બાજુ ખુશીનો માહોલ છે. લોકોમા માતા દુર્ગાની ભક્તિમાં લીન નજર આવી રહ્યા છે. ત્યારે આ અવસર પર બોલૂવુડની લેડી સ્ટાર દીપિકા પાદુકોણે પોતાના ચાહકોને એક વિશેષ ગિફ્ટ આપી છે.
એક્ટ્રેસે પોતાની અપકમિંગ ફિલ્મ 'સિંગમ અગેઈન'થી પોતાનું કેરેક્ટર રિવીલ કર્યું છે જેનું નામ શક્તિ શેટ્ટી છે. દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા છે જેમાં પોલીસની વર્દીમાં એક્ટ્રેસનું ચંડાલિકા રૂપ નજર આવી રહ્યું છે. દીપિકા ગુંડા પર બેઠીને તેના વાળને એક હાથથી ખેંચી રહી છે અને બીજા હાથથી તેના માથા પર બંદૂકથી ટાર્ગેટ કરતી નજર આવી રહી છે.
ચાહકોને દીપિકાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દીપિકાની આ પોસ્ટ પર ખૂબ જ કોમેન્ટ આવી રહી છે. ચાહકોથી લઈને અનેક સેલેબ્સ એક્ટ્રેસના લુકના વખાણ કરી રહ્યા છે. ત્યારે પતિ રણવીર સિંહે પણ દીપિકાની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, 'આગ લગા દેગી'. રણવીર ઉપરાંત ઋતિક રોશન, જ્હાનવી કપૂર, ભૂમિ પેડનેકર સહિતના સ્ટાર્સે એક્ટ્રેસના આ લુકના ખૂબ વખાણ કર્યા છે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની આ 5મી ફિલ્મ છે. આ પહેલા સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, સિમ્બા અને સૂર્યવંશી આવી હતી.