:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શહેરના પાલડી વિસ્તારમાં થઈ લુંટ : જાણો સમગ્ર ઘટના ક્રમ, કેવી રીતે આપ્યો લુંટની વારદાતને અંજામ

top-news
  • 30 Jul, 2024

અમદાવાદમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળ્યો છે, હજી થોડા દિવસ પહેલા શહેરના ખાડિયા વિસ્તારમાં લુંટનો બનાવ બન્યો હતો જેની તપાસ હજી પૂરી થઈ નથી એવાં બીજી ઘટના સામે આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના પાલડી વિસ્તારના એક વેપારીને ધોળા દિવસે લૂટી લેવાની ઘટના બની હતી. જેમાં અનાજ કરિયાણાનો વેપાર કરતાં  વ્યક્તિને દિવસ દરમિયાનનો હિસાબ કરતી વખતે અચાનક ત્રણ બુકાનીધારી ઇસમો આવીને લૂટીને ફરાર થઇ ગયાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ હતી.    

બનાવની વિગત મુજબ પાલડી ચંદ્રનગરમાં સમસ્ત બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં રહેતા અનિલ જૈન અમદાવાદમાં જૈન સુપર બજારના નામથી અનાજ કરીયાણાનો 4 સ્થળે રીટેલ વેપાર કરે છે. જ્યારે પાલડીના  ભઠ્ઠા વિસ્તારમાં દત્ત સોસાયટીમાં તેમનું ગોડાઉન પણ છે. કામકાજનો સમય પૂરો થતા  ગોડાઉન પરથી સ્ટાફ નીકળી ગયો ત્યાર પછી અનિલભાઇના પિતા સુમતિલાલ અને મેનેજર જમક જૈન ગોડાઉન પર બેસીને હિસાબ કરતા હતા એ સમયે અચાનક ત્રણેક બુકાનીધારી શખ્સો ગોડાઉનમાં આવી ચઢ્યા  હતા.

એક શખ્સે બિલિંગ કાઉન્ટર પર જમકભાઇને છરો બતાવીને મોબાઇલ ફોન લઇ લીધો અને પછી તેને પૈસા દો તેમ કહેતા ગભરાયેલા જમકભાઇએ તેમના ખિસ્સામાં રહેલા 10 હજાર આપી દીધા હતા. તે પછી આ શખ્સો સુમતિલાલ પાસે આવ્યા અને તેમને પણ છરો બતાવીને જો પૈસા પડા હૈ વો દે દો તેમ કહી ટેબલ પર પડેલા દોઢ લાખ તેમજ કબાટમાં મૂકેલા દોઢ લાખ લૂંટી લીધા હતા. ત્યાર બાદ લૂંટારૂઓએ તેમની પાસે થી એક્ટિવાની ચાવી પણ લઇ લીધી હતી અને તેમની  જ એક્ટિવા લઇને પાલડી ભઠ્ઠા તરફ ફરાર થઇ ગયા હતા. 

પોલીસે આ મામલે તપાસ કરતા કેટલાક સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં લૂંટારા બનાવ સ્થળથી રામજી મંદિર તરફ ગયા હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ થયુ છે. ત્યાંથી અલગ અલગ ગલીઓમાં થઇને લૂંટારા ભાગ્યા હોવાની દિશામાં પોલીસે તપાસ કરી રહી છે.પ્રાથમિક માહિતી પરથી જાણ ભેદુ જ લુંટ કરીને ફરાર થયા હોવાનું જણાઈ આવ્યું છે.