:
Breaking News
નેપાળના પ્લેન ક્રેશનો VIDEO: આગનો ગોળો બની ગયું વિમાન, જુઓ LIVE વીડિયો; ટેક ઓફ થતાની સાથે જ ભડભડ સળગ્યું. નેપાળમાં પ્લેન ક્રેશ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશન એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતું પ્લેન ક્રેશ, 18નાં મોત. સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો: બજેટના વિરોધમાં વિપક્ષી સાંસદ કરી રહ્યાં છે નારેબાજી, સ્પીકર ઓમ બિરલાએ વ્યક્ત કરી નારાજગી. NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?.

લશ્કરની માહિતી પહોંચાડતો એજન્ટ ઝડપાયો બિહારનો એરોનોટિકલ એન્જિનિયરિંગ ભણેલો તમામ માહિતી ઈસ્લામાબાદમાં ISI હેન્ડલરને આપતો

top-news
  • 10 May, 2024

ઉધમપુર મિલિટરી ઈન્ટેલીજેન્સ યુનિટના સર્વેલન્સમાં માહિતી મળી હતી કે અંકેલેશ્વર GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં શંકાસ્પદ વાતચીત ચાલી રહી છે. આ માહિતી CID ક્રાઈમના CI સેલને મોકલી અપાઇ હતી. તેના આધારે તપાસ કરતા પ્રવીણ મિશ્રા નામનો એક વ્યક્તિ કે જે મૂળ બિહારનો રહેવાસી છે અને એરોનોટિકલ એન્જિનિયરિંગ ભણેલો છે તેમ CID ક્રાઈમ ગાંધીનગરના તપાસમાં જાણવા મળ્યું હતું. પ્રવીણ મિશ્રાની ધરપકડ કર્યા બાદ તેના મોબાઈલ ફોનની તપાસ કરતા કેટલાક શંકાસ્પદ ચેટિંગ તથા વોઇસ મેસેજ મળી આવ્યા હતા. તમામ વાતચીત પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ISI હેન્ડલરને આપતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અંકલેશ્વરની ખાનગી કંપની કે જેને DRDO તરફથી આર્મી માટેના હથિયાર અને પાર્ટ્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કંપનીમાં પ્રવીણ મિશ્રા નામનો વ્યક્તિ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. પાકિસ્તાનમાં બેઠેલા મહિલા ISI એજન્ટ પ્રવીણ મિશ્રાને હનીટ્રેપમાં ફસાવી દીધો હતો. બાદમાં પ્રવીણ મિશ્રા પાસેથી આર્મી માટે જે વસ્તુઓ તેની કંપનીમાં બનતી હતી તેની તમામ વિગતો મગાવવામાં આવતી હતી. સોનાલી ગર્ગ નામ ધારણ કરીને મહિલા ISI એજન્ટ પ્રવીણ મિશ્રા પાસેથી ભારતના સૈન્યની ઘણી સંવેદનશીલ માહિતી મગાવી હોવાનું ધ્યાને આવ્યું છે. તેના આધારે પ્રવીણ મિશ્રાની ધરપકડ કરીને તેની વધુ પૂછપરછ કરતા હકીકત સામે આવી છે કે કહેવાતી મહિલા ISI એજન્ટના રડારમાં હજુ બીજા 20થી 25 લોકો ટાર્ગેટ પર છે. તે તમામ લોકોને હનીટ્રેપમાં ફસાવાયા છે અને આ તમામ એવા લોકો છે જેઓ સૈન્યની મશીનરી જે કંપનીમાં બનતા હોય છે તે કંપનીમાં કામ કરતા યુવાન એન્જિનિયરોને ફસાવવામાં આવ્યા છે.

CID ક્રાઈમના કસ્ટડીમાં આવેલા પ્રવીણ મિશ્રાને ISI એજન્ટે ફેસબુક દ્વારા શોધ્યો હતો. બાદમાં મિત્રતા કેળવીને પ્રેમસંબંધ વિકસાવવામાં આવ્યો અને ન્યૂડ વીડિયો કોલિંગથી લઈને એ તમામ ચીજવસ્તુઓથી પ્રવીણ મિશ્રાને તાબે કરી દેવાયો હતો.  બાદમાં તેની પાસેથી ભારતીય સૈન્યની બ્રહ્મોસ મિસાઈલની માહિતી એકઠી કરી હતી. ત્યારબાદ બીજી ઘણી બધી મિસાઈલ રેન્જ તથા ફોટોગ્રાફ માગ્યા હતા. જે તમામ માહિતી પ્રવીણ મિશ્રાએ ISI એજન્ટની સપ્લાય કરી હતી.

પ્રવીણ મિશ્રાની રેકી ISI એજન્ટ દ્વારા છેલ્લા એક વર્ષથી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે પ્રવીણ મિશ્રા વર્ષ અગાઉ હૈદરાબાદની જે કંપનીમાં કામ કરતો હતો. તેમાં ભારતીય સૈન્ય માટે મિસાઈલ બનાવાતી હતી. તપાસ એજન્સીને શંકા છે કે પાકિસ્તાની ISI એજન્ટ પ્રવીણ મિશ્રાને છેલ્લા એક વર્ષથી ટ્રેક કરતા હશે.DRDOના તથા HALના જે કંપની સાથે કોન્ટ્રાક્ટ હોય અને તેમાં કામ કરતા કર્મચારીઓ અને તેમાંય ખાસ કરીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા હોય તેવા યુવાનોના ડેટા ISI દ્વારા એકઠા કરીને તેવા જ લોકોને હની ટ્રેપમાં ફસાવાતા હતા. આવા 20થી 25 લોકો તેઓના નિશાન પર હોવાનું સામે આવ્યું છે.

ઝેડ ક્લાઉડ એપ્લિકેશનમાં મારા ફોટોગ્રાફ છે તેમ કહીને ISI એજન્ટ લિંક મોકલીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવતા હતા અને જેવી એપ્લિકેશન સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરવામાં આવે એટલે એપ્લિકેશનમાં રહેલો માલવેર વાયરસ સિસ્ટમમાં જતો રહેતો હતો અને આખી સિસ્ટમ ક્લોન થઈ જતી ત્યારબાદ ISI એજન્ટ બેઠો બેઠો આખીય સિસ્ટમ ઓપરેટ પણ કરી શકતા અને તમામ ગતિવિધિઓ પર નજર પણ રાખી શકતા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎