:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કોસ્ટગાર્ડ, ATS અને NCBનું સંયુક્ત ઓપરેશન: સમુદ્ર માંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓ પકડાયા

top-news
  • 29 Apr, 2024

ગુજરાતનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે મહત્વનો તેમજ સહેલાઈથી વેપાર કરવા માટેનું ઉત્તમ સાધન બની ગયું છે. સમયાંતરે માફિયાઓ દરિયા મારફતે વધુ ને વધુ ડ્રગ્સ દેશમાં ઘૂસાડવા માટે પ્રયનતો કરતાં જૉવા મળ્યા છે, જેને પરિણામે ગુજરાતની કોસ્ટગાર્ડ અને ATS ટીમ વધુ સાવધ બનીને આ દિશામાં આગળ વધી રહી છે એન તેના ફળ સ્વરૂપે આ ટીમ સફળતા મેળવી શકી છે. હાલમાં જ ગુજરાત કોસ્ટગાર્ડ , ATS અને NCBનું સંયુક્ત ઓપરેશનના અથાગ પ્રયન્તે પોરબંદરના દરિયા કિનારાથી ૯૦ કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું . 

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતના દરિયામાંથી વધુ એકવાર મોટી માત્રામાં નશીલો પદાર્થ ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ભારતીય કોસ્ટ ગાર્ડે  અરબી સમુદ્રમાં ગુજરાતની દરિયાઈ સરહદે એક ઓપરેશન પાર પાડ્યું હતું. આ કામગીરી અંતર્ગત 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી સાત લોકો 90 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો , ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે ઓપરેશન હાથ ધર્યું હોવાના અહેવાલ છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અંગેની ગુપ્ત માહિતી થોડા દિવસો પહેલા જ મળી હતી. આ પછી એજન્સીઓએ સાથે મળીને પૂરી તૈયારી સાથે ડ્રગ્સની દાણચોરી અટકાવી હતી.

સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાંથી 90 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ બોટમાં 14 જેટલા પાકિસ્તાની મેમ્બર્સ સવાર હતા. તમામની ધરપકડ કરવામાં આવી છે. આ ક્રૂ મેમ્બર અને ડ્રગ્સના જથ્થાને મોડી રાત સુધી પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.

 ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન હેઠળ ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ હતી. આ કાર્યવાહી અંતર્ગત ગાંધીનગર, અમરેલી અને રાજસ્થાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરમાંથી ઝડપાયેલી ફેક્ટ્રીમાં વિવિધ પ્રકારના ડ્રગ્સ માટેનું રો-મટિરિયલ તૈયાર કરવામાં આવતું હોવાની માહિતી મળી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎